ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ નેતા રામકૃપાલ યાદવનું વિવાદીત નિવેદન, પ્રશાંત કિશોરને કહ્યાં 'ભાડે કા ટટ્ટુ' - રામકૃપાલ યાદવ

હાલ જ દિલ્લીમાં આપ પાર્ટી જીતીને આવી છે. રાજકીય નિષ્ણાતો આ જીત પાછળ પ્રશાંત કિશોરની રણનીતિને જીતનું કારણ ગણાવી રહયા છે. આજ કારણ છે પ્રશાંત કિશોર પ્રત્યેનો રોષ ભાજપના નેતાઓમાં જોવા મળી રહ્યો છે. બિહારના વરિષ્ઠ નેતા અને ભાજપના સાંસદ રામકૃપાલ યાદવે સુરત ખાતે પ્રશાંત કિશોર માટે અપશબ્દ ઉચ્ચારી દીધા હતા. તેઓએ પ્રશાંત કિશોરને "ભાડે કા ટટુ" કહ્યું હતું. તેઓએ પ્રશાંત કિશોર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પ્રશાંત કિશોર છે કોણ ? કોઈ રાજનેતા છે ? તેને કોઈ અનુભવ છે? ભાડાનો ટટ્ટુ છે. કોઈ સિદ્ધાંત નથી. જ્યાં પૈસા મળશે ત્યાં જશે. આ લોકોથી કશું થશે નહીં.

ભાજપ નેતા રામકૃપાલ યાદવે પ્રશાંત કિશોરને 'ભાડે કા ટટુ' ગણાવ્યા
ભાજપ નેતા રામકૃપાલ યાદવે પ્રશાંત કિશોરને 'ભાડે કા ટટુ' ગણાવ્યા

By

Published : Feb 14, 2020, 5:36 PM IST

સુરતઃ દિલ્હી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણી આવશે. ત્યારે હાલમાં જ આરજેડીના નેતા તેજ પ્રતાપ યાદવે એક ટ્વીટ કરી કહ્યું હતું કે,"પલ્ટી મારી સે ત્રસ્ત હે બિહાર ,અબ બિહારિયો કો ચાહિયે તેજ રફતાર, તેજસ્વી સરકાર." તેની ઉપર બિહારના પાણીપતના સાંસદ રામકૃપાલ યાદવે પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું હતું કે ,બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારના શાસનમાં બિહાર સરકારે જે રફ્તાર પકડી છે તેને કોઈ પણ પાછળ કરી શકશે નહીં. આ હાઈ સ્પીડની ગાડી છે. બિહારમાં તેજસ એક્સપ્રેસ ચાલશે લેટેસ્ટ ટેક્નોલોજીની ગાડી દોડશે કોઈ ક્યાંથી પકડી શકશે નહીં.

ભાજપ નેતા રામકૃપાલ યાદવે પ્રશાંત કિશોરને 'ભાડે કા ટટુ' ગણાવ્યા

ટ્વીટ કરવાથી કશું થશે નહીં. આ લોકો ટાય ટાય ફિસ થઇ જશે. શું કોઈ આવા વાહન પર જશે જેની ઉપર માત્ર દુર્ઘટના થઈ હોય. હાઇસ્પીડની ગાડી છે તે ખૂબ જ રફતારથી ચાલશે. જે વાહન પર અનેક મોત થઈ હોય અવ્યવસ્થા સર્જાઇ હોય આવા વાહન પર કોઈ ભરોસો કરશે નહીં.

ABOUT THE AUTHOR

...view details