ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મંદિર તોડાવીને ભાજપે હિન્દુઓની લાગણી દુભાવી છે: ઇશુદાન ગઢવી - સુરતમાં મંદિર તોડાવીને ભાજપે હિન્દુઓની લાગણી દુભાવી છે: ઇશુદાન ગઢવી

સુરતમાં વરસો જુના રામદેવપીરનું મંદિર ડિમોલિશ કરતા રાજનીતિક માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, સુરતમાં વર્ષો જુના રામદેવપીરના મંદિરની હિન્દુ સમાજની માનતા માટે રાખ્યું હતું. નિવેદ ચઢાવીને લોકો આસ્થાના ભાગરૂપે પૂજા કરતા હતા પરંતુ આસ્થાના આ મંદિરને ભાજપે વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્ત સાથે તોડી માત્ર ગુજરાત નહીં પણ દેશભરમાં હિન્દુ સમાજનું અપમાન કર્યું છે.

સુરતમાં મંદિર તોડાવીને ભાજપે હિન્દુઓની લાગણી દુભાવી છે: ઇશુદાન ગઢવી
સુરતમાં મંદિર તોડાવીને ભાજપે હિન્દુઓની લાગણી દુભાવી છે: ઇશુદાન ગઢવી

By

Published : Sep 10, 2021, 5:30 PM IST

  • તમે માત્ર મંદિર કેમ ધવ્યસ્ત કરી રહ્યા છો?
  • મંદિર ગેરકાયદે હતું તો શું ભાજપની મિલકતો ગેરકાયદે નથી?
  • વાલ્મિકી સમાજની આસ્થાને આજે ઠેસ પહોંચી છે

સુરત: ઈશુદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે, સેંકડો વર્ષો જૂના જે મંદિરને તોડવાની હિંમત અંગ્રેજોએ પણ ન કરી હતી. તે હિંમત ભાજપે કરી બતાવી છે. તેમણે પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે, ભાજપ માત્ર મંદિર જ કેમ ધ્વસ્ત કરી રહી છે? શું સુરતના ભાજપના નેતાઓના ઘર ગેરકાયદે નથી? તેમને તોડી પાડવાની કામગીરી કેમ નથી કરવામાં આવી રહી? સેંકડો વર્ષ જૂના મંદિરના પૂજારી રડી રહ્યા છે. VHP અને બજરંગ દળના લોકોએ જ્યારે ડિમોલિશન રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમને પણ જેલમાં રાખવામાં આવ્યા હતા. આમ, માત્ર હિન્દુઓના મંદિરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.

સુરતમાં મંદિર તોડાવીને ભાજપે હિન્દુઓની લાગણી દુભાવી છે: ઇશુદાન ગઢવી

મંદિર માટે વૈકલ્પિક સ્થાન અથવા તો ત્યાં જ ફરી નિર્માણની માગ

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, મંદિરની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા મંદિરે જગ્યાએ ફરી બનાવવામાં આવે નહિંતર અમે એક એક દુભાયેલી લોકોની લાગણી માટે લડીશું. આ ઉપરાંત અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા ગોગા મહારાજના મંદિરને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો એ આગામી સમયમાં રોકવામાં નહીં આવે તો તેઓ મુસ્લિમ ધર્મ અંગિકાર કરશે. આ પરથી સ્પષ્ટ થઇ જાય છે કે, ભાજપ હિન્દુ વિરોધી પાર્ટી થઈ રહી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details