- સુરતમાં સી. આર. પાટીલના જન્મ દિવસની ઉજવણી થઈ
- નિરાશ્રિતોને કોરોના સામે રક્ષણ આપવા રસી અપાઈ
- ખાનગી ટ્ર્સ્ટના ઉપક્રમે યોજાયો કાર્યક્રમ યૂથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ
સુરતઃ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ તાજેતરમાં રસ્તાઓ પર સૂતેલાં નિરાધાર લોકો, સ્લમ વિસ્તારમાં રહેતાં લોકોને કોરોના પ્રતિરોધક રસીકરણ પ્રક્રિયામાં સામેલ કરવાનું સૂચન કર્યું હતું, જેને ધ્યાનમાં લઇને સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યૂથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 67 નિરાશ્રિત લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. ભિક્ષુકો, ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો, કચરો વીણતાં અને નિરાધાર લોકોને પણ રસી મૂકાઈ હતી.