સુરત: શહેરના છેવાડે આવેલા ડુમસના ભીમપોર ખાડી (bhimpore dumas gujarat)પાસે કેટલાક લોકો દ્વારા જાળ નાંખી પક્ષીઓનો શિકાર(Bird Hunting In Surat)કરવામાં આવી રહ્યો છે. ભાતભાતના પક્ષીઓનો શિકાર કરવામાં આવી રહ્યો હોવાની ઘટના સુરત ચેરીટેબલ ટ્રસ્ટ (Surat Charitable Trust) દ્વારા બહાર લાવવામાં આવી છે. કેટલાક લોકો દ્વારા પક્ષીઓને પકડવા માટે જાળ નાંખવામાં આવી રહી છે. આ બાબતે સુરત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જંગલખાતા (Forest Department surat)ને પણ જાણકારી આપવામાં આવી છે.
જાળની અંદર ફસાયેલું હતું પક્ષી
સુરત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ (President of Surat Charitable Trust) શક્તિ પાઠકે જણાવ્યું કે, પક્ષી એક જાળની અંદર ફસાયું હતું. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા ભીમપોર ગામમાં પક્ષીઓના નિરીક્ષણ માટે ગયા હતા. અમે રજાના દિવસો અને અઠવાડિયાના અંતમાં આ રીતે પક્ષી નિરીક્ષણ માટે જતા હોઈએ છીએ. પક્ષીઓનું નિરીક્ષણ (Bird watching At Surat) કરતા અમારી નજર એક પક્ષી પર પડી જે ખાડી કિનારા ઉપર જમીન ઉપર બેઠું હતું. થોડું નજીક ગયા તો એ પક્ષી ઊડ્યું નહીં. ફોટોગ્રાફરો જેમ નજીક ગયા તેમ તે ઊડ્યું નહીં. ત્યારબાદ અમારી નજર ગઈ. એ પક્ષી એક જાળની અંદર ફસાયું હતું. અમે તેને જાળની અંદરથી મુક્ત કર્યું અને તેને ખુલા આકાશમાં છોડી દીધું.
આ પણ વાંચો:દેશનો સૌથી સ્વચ્છ ડુમસ બીચ હવે સૌથી સુંદર બની ગયો