- સાળી સાથેના અનૈતિક સંબંધમાં બિહારથી સુરત આવ્યો હતો
- આરોપીએ પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધું હતું
- પોલીસે સીસીટીવી તપાસ કરી આરોપીની ધરપકડ કરી
સુરત: પાંડેસરાના સિધ્ધાર્થ નગર( Siddharth Nagar of Pandesara) નજીક કચરાના ઢગલા પર પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને નવજાત બાળકીને ત્યજી(Abandoned newborn baby) દેવાના પ્રકરણમાં પોલીસે બિહારી યુવાનને ઝડપી પાડયો છે.તેની સાળી સાથેના અનૈતિક સંબંધમાં બિહારથી સુરત આવ્યો હતો પરંતુ રસ્તામાં જ પ્રસૂતિ થઈ જતા પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધું હોવાનું જણાવ્યું હતું.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી
પાંડેસરાના સિધ્ધાર્થનગર ત્રણ રસ્તાથી બાટલી બોય ત્રણ રસ્તા તરફ જવાના મેઇન રોડ પર એક ગેરેજ ની સામે બ્રિજના નાકા પર કચરાના ઢગલા પરથી પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ત્યજી દેવાયેલું નવજાત બાળકી મળી આવી હતી. આ મામલે પાંડેસરા પોલીસે નવજાતને ત્યજી દેનાર જનેતા અને તેના પિતા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં એક યુવાન બાઇક પર માસૂમને ત્યજીને જતા દેખાતો હતો. જેથી પોલીસે બાઇકના નંબરના આધારે યુવકની તપાસ હાથ ધરી હતી.
સાળી ગર્ભવતી બની જતાં પાપ છુપાવવા સુરત આવ્યો