- સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો
- સુરતમાં વીડિયો બનાવવાના ચક્કરમાં બાળકીએ ગુમાવ્યો જીવ
- વીડિયો બનાવતી વખતે 11 વર્ષીય બાળકીને ગળે ફાંસો લાગતા થયું મોત
- આ કિસ્સા પછી બાળકોએ મોબાઈલથી સાવધાન (Beware of Mobile)રહેવાની જરૂર
સુરતઃ યુવાનો બાદ બાળકોને પણ મોબાઈલમાં વીડિયો (Video in mobile) ચસકો લાગ્યો છે અને આવી જ રીતે એક બાળકીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતના મહિધરપુરા (Mahidharpura) વિસ્તારમાં નેપાળી પરિવારની 11 વર્ષીય બાળકી ઘરે મોબાઈલમાં વીડિયો બનાવી રહી હતી. તે દરમિયાન ફાંસો લાગી જતા તેનું મોત થયું હતું. મહિધરપુરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો-બાળકોને તરછોડવાના કિસ્સામાં વધારો, સમાજ માટે લાલબત્તી સમાન
ઘરે એકલા મૂકીને જતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
સુરતમાં બાળકોને ઘરમાં મૂકી જતા વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બાળકીને વીડિયો બનાવતી વખતે ફાસો લાગી જતાં તેનું મોત નીપજ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના મહિધરપુરામાં આવેલા હીરા બજારના જાદાખાડીમાં આવેલી સપના બિલ્ડિંગમાં નેપાળી પરિવાર રહે છે. પરિવારના હીરાભાઈની 11 વર્ષીય નીકિતા ફિલ્મી ગીતો પર વીડિયો બનાવી રહી હતી, પરંતુ આ વીડિયો બનાવવાની કિંમત બાળકીએ જીવ ગુમાવીને ચૂકવી હતી.
આ પણ વાંચો-સાવધાન...સોશીયલ મીડિયા પર મિત્ર બનાવતા ચેતજો, BSFના જવાનને લાગ્યો 2 લાખનો ચૂનો