- ઓનલાઇન ગલુડીયાની ખરીદીમાં યુવતીએ 9 લાખ ગુમાવ્યાં
- આરોપી મૂળ સાઉથ આફ્રિકાનો 24 વર્ષીય યુવક નિકળ્યો
- સુરત સાયબર પોલીસને મળી સફળતાં
સુરત : સુરતમાં એક યુવતી એ ક્લીક ડોટ ઇન(Click Dot in) ઉપરથી ગોલ્ડન રિટ્રાઇવર બિડ(Golden Retriever Bid)નું ગલુડીયું ઓનલાઇન ઓર્ડર(Order online) કર્યું હતું. અને તેને એજ દિવસે પાર્ટીનાં એકાઉન્ટમાં નાંણા પણ ચૂકવી દિધાં હતાં. તેમજ યુવતીને બીજા દિવસે આર. કે. વર્મા નામનાં શખ્સનો ફોન આવ્યો હતો તેને જણાવ્યું કે, પેટ કાર્ગોમાં લોડ થઇ ગયો જેથી ટ્રાન્સપોર્ટ ફી બાબતે રુપિયા 19,000 ની માંગી કરી હતી. તેમજ ત્રીજાં દિવસે પણ બિડનાં લાયસન્સ માટે 29,100 ની માંગણી કરી, ત્યારબાદ ક્વોરેન્ટાઇન ચાર્જ તરીકે રુપિયા 89,100 ની માંગણી કરી હતી. તેમજ અલગ અલગ ચાર્જ જેવા કે, ઈન્સ્યોરન્સ, બ્રીડર્સ લાયસન્સ સર્ટીફીકેટ, કોરોન્ટાઈન સર્ટીફીકેટ ચાર્જ, વિગેરે મળી કુલ રૂપિયા 1,62,400 તથા IDFC બેંક મારફતે 6,68,800 મળી કુલ રૂપિયા 8,62,200 ટ્રાન્સફર કરાવી લીધા હતાં. છતાં પણ હજી સુધી ઠગબાજોએ ગલુડીયાની ડીલીવરી કરી નથી તેમજ મેળવેળ નાણાં પણ રીફંડ કર્યાં નથી.
આરોપીની બેંગ્લોર થી ધરપકડ કરાઇ