ગુજરાત

gujarat

ETV Bharat / city

વિદ્યાર્થીની મોતની છલાંગ પણ પોલીસ કેસને રફેદફે કરવાના મૂડમાં - suicide cases in Gujarat

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ પ્રિયંકા સીટી પલ્સ બિલ્ડિંગના 11 માળેથી BCAના વિદ્યાર્થીએ મૃત્યુની છલાંગ લગાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી. હાલ આ મામલે લિંબાયત પોલીસ દ્વારા પરિવારનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે. Suicide case in Surat, suicide cases in Gujarat, BCA student jumps to death

વિદ્યાર્થીની મોતની છલાંગ પણ પોલીસ કેસને રફેદફે કરવાના મૂડમાં
વિદ્યાર્થીની મોતની છલાંગ પણ પોલીસ કેસને રફેદફે કરવાના મૂડમાં

By

Published : Aug 18, 2022, 12:48 PM IST

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા શિવકૃપા સોસાયટીમાં 18 વર્ષીય ગૌતમ મુકેશ પૌનિકર જે હાલ BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેણે ગતરોજ પોતાના ઘરની પાછળી આવેલી પ્રિયંકા સીટી પલ્સ બિલ્ડિંગના 11 માળેથી મૃત્યુની છલાંગ લગાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી (BCA student jumps to death) જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

સુરતમાં BCAના વિદ્યાર્થીએ બિલ્ડીંગના 11માં માળે થી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું

મિત્રોની પૂછપરછ કર્યા બાદ શોધખોળઆ બાબતે મૃતક વિદ્યાર્થીના પિતા મુકેશ પૌનિકરે જણાવ્યું કે, મારો પુત્ર ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાથી લઈને રાત્રે 8:30 વાગ્યા સુધી ઘરે આવ્યો નઈ હતો. જેને લઈને અમે પુત્રને ફોન પણ કર્યો હતો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આવું કોઈ વખત બન્યું ન હતું કે મારો પુત્ર ફોન સ્વીચ ઓફ કર્યો હોય તો સ્વિચ ઓફ થવાનો હોય તે પહેલાથી જાણ કરી દેતા હતો. પરંતુ કોઈ પ્રકારની માહિતી ન મળતા અમે મારા પુત્રના મિત્રોની પૂછપરછ કર્યા બાદ શોધખોળ કરી હતી. તેવામાં જાણવા મળ્યું કે, એક 18 વર્ષીય કિશોર બિલ્ડિંગ પરથી પડી જવાથી તેનું મોત થયું છે.

આ પણ વાંચો"Love You Friends, Good Bye Mom-Dad,"કહીં ચાણસ્માના યુવકે લગાવી મોતની છલાંગ, જાણો કારણ

આત્મહત્યાનો સ્વરૂપ આપીને ફાઈલવધુમાં જણાવ્યું કે, તો અમે આ બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનના હદમાં આવેલા શાંતિનગર પોલીસ ચોકીમાં તપાસ કરી ત્યારે એ જ અમારો પુત્ર હતો. અમને પોલીસ જણાવ્યું કે, આ તમારો જ પુત્ર છે ને, તેમણે પ્રિયંકા સીટી પલ્સ બિલ્ડિંગના 11 માળેથી મૃત્યુની છલાંગ લગાવી જીવન ટુકાવ્યું છે. અમે હાલ આ મામલે તપાસ કરી રહ્યા છીએ. પરંતુ અમને એમ લાગે છે કે, પોલીસ આ મામલાને દબાવાની કોશિષ કરી રહી છે કારણકે, અમે પોતે જયારે પ્રિયંકા સીટી પલ્સ બિલ્ડિંગના ફ્લેટવાળાને પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે, અમને આટલું ખબર છે કે અમારા બિલ્ડીંગ ઉપરથી કોઈક કુદયું છે. એ કોણ છે એ અમને ખબર નથી. એ એકલો આવ્યો હતો.

આ પણ વાંચોRajdhani Express: રત્નાગિરિમાં ટ્રેન પાટા પરથી ઉતરી, બધા પ્રવાસી સલામત

આત્મહત્યાનું સ્વરૂપ વઘુમાં જણાવ્યું કે, તેની સાથે તેના મિત્રો પણ હતા કઈ જ ખબર નથી. પરંતુ અમારા પુત્રની હત્યા કરવામાં આવી છે. તેમજ પોલીસે આ મામલાને આત્મહત્યાનું સ્વરૂપ આપીને ફાઈલ રફેદફે કરવાનો પ્રયત્ન કરી રહ્યી છે. જેથી અમને ન્યાયની ખાતરી નહીં મળે ત્યાં સુધી મૃતકના પાર્થિવ શરીરનો તાબો નહીં લઈશું. જોકે હાલ આ મામલે લિંબાયત પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. Suicide case in Surat, suicide cases in Gujarat, Murder case in Gujarat, BCA student commits suicide

ABOUT THE AUTHOR

...view details