ગુજરાત

gujarat

By

Published : Mar 26, 2021, 1:16 PM IST

ETV Bharat / city

બારડોલી તાલુકા પંચાયતનું 72.83 કરોડનું બજેટ મંજુર

બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ મળેલી પ્રથમ સામાન્ય સભામાં તાલુકા પંચાયતનું આગામી વર્ષ 20021- 22ના વર્ષનું 72.83 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

Surat
Surat

  • નવી કારોબારી અને ન્યાય સમિતિની રચના મોકૂફ
  • મનરેગાનું બજેટ પણ મંજુર
  • એજન્ડાના તમામ કામો મંજુર

સુરત : નવનિયુક્ત પ્રમુખ અંકિત રાઠોડના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. નવી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના હાલ પૂરતી મોકૂફ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને ઉપસ્થિત તમામ સભ્યોએ બહાલી આપી હતી. આગામી સભામાં આ બંને સમિતિની રચના કરવામાં આવનાર હોવાનું પ્રમુખ અંકિત રાઠોડે જણાવ્યું હતું.

બારડોલી તાલુકા પંચાયતનું 72.83 કરોડનું બજેટ મંજુર

બજેટ સર્વાનુમતે મંજુર

સામાન્ય સભામાં આગામી 2020- 21ના વર્ષનું સુધારેલું તથા આગામી વર્ષ 2021- 22નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં 72 કરોડ 76 લાખ 70 હજાર રૂપિયાની આવક સામે 72 કરોડ 83 લાખ 42હજારનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ અંદાજપત્રને તમામ સભ્યોએ મંજૂરી આપતા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :મહેસાણા તાલુકા પંચાયતનું રૂપિયા 21.62 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું

5.78 લાખ માનવ દિવસ રોજગારી ઉભી થશે

આ ઉપરાંત મનરેગાનું વિશેષ 19.03 કરોડ રૂપિયાનું લેબર બજેટ પણ આ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જે પૈકી 12.96 કરોડ રૂપિયા મજૂરી ખર્ચ અને 6 કરોડ રૂપિયા માલસામાન ખર્ચ થવાનો અંદાજ છે. આ બજેટથી તાલુકામાં 5 લાખ 78 હજાર 657 માનવ દિવસની રોજગારી ઉભી ઉભી થશે. આ બજેટને પણ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

સંકલનમાં રહી વિકાસ કરવા અનુરોધ

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એન. એચ. બોરીચાએ અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ એક પરિવારની જેમ સંકલનમાં રહી વિકાસના કામ કરે તેવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તમામ નવા ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓએ એકબીજાને પરિચય આપ્યો હતો.

આ પણ વાંચો :બનાસકાંઠા જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું સામાન્ય બજેટ બહુમતીથી પસાર

કોવિડ 19 અંગે માર્ગદર્શન અપાયું

સભામાં બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હેતલ ચૌધરીએ ઉપસ્થિત રહી કોવિડ 19 અંગે રાખવાની કાળજી અને વેક્સિન અંગે વિસ્તારથી માર્ગદર્શન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details