- 7 થી 12 વર્ષની બાળકીઓ કર્યો અનોખો રેકોર્ડ
- અગાઉ 8 કલાકનો રેકોર્ડ હતો જે તોડી નવો કીર્તિમાન સ્થાપ્યો
- હાઇ રેન્જ વર્લ્ડ રેકોર્ડ માટે કરી દાવેદારી
સુરત : જિલ્લાના બારડોલીના બાળકો અવારનવાર પોતાની સાહસિકતાના દર્શન કરાવતા આવ્યા છે. ત્યારે બારડોલીની 7 બાળકીઓ 15 કલાક સુધી રિવર્સ સ્કેટિંગ રિલે કરી એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે. 7થી 12 વર્ષ સુધીની બાળાઓએ વારાફરતી રિવર્સ સ્કેટિંગ કરી 8 કલાકનો રેકોર્ડને તોડ્યો હોવાનું આયોજકે દાવો કર્યો છે. બારડોલીની બાળકીઓએ 15 કલાક રિવર્સ સ્કેટિંગ કરી સ્થાપ્યો નવો કીર્તિમાન
15 કલાક વારાફરતી રિવર્સ સ્કેટિંગ કર્યું
બારડોલીમાં સાઇનિંગ સ્કેટિંગ કલાસ ચલાવતા યુવાને બાળકીઓને આ રેકોર્ડ બનાવવા માટે તૈયાર કરી હતી. આ હાઈ રેન્જ વર્લ્ડ રેકોર્ડ માટે બારડોલીની સર્વોદય નગર સોસાયટીના હૉલમાં રિવર્સ સ્કેટિંગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 7 થી 12 વર્ષની બાળકીઓએ વારાફરતી 15 કલાક સુધી રિવર્સમાં સ્કેટિંગ કર્યું હતું.
ઘણા દિવસોથી કરી રહ્યા હતા મહેનત
બારડોલીની બાળકીઓએ 15 કલાક રિવર્સ સ્કેટિંગ કરી સ્થાપ્યો નવો કીર્તિમાન સાતથી બાર વર્ષની બાળકીઓએ અનોખું સાહસ કરવાનું નક્કી કર્યા બાદ ઘણા દિવસોથી તેમણે મહેનત શરૂ કરી હતી. બેકવર્ડ સ્કેટિંગ કરવાની શરૂઆત રવિવારે વહેલી સવારે 8 વાગ્યાથી શરૂઆત કરી હતી. જે રાત્રિના 11 વાગ્યે પૂર્ણ થયું હતું. આમ 15 કલાક સુધી એક પછી એક રિવર્સ સ્કેટિંગ કર્યું હતું.
12 કલાકનો ટાર્ગેટ હતો તેની જગ્યાએ 15 કલાક સુધી કર્યું સ્કેટિંગ
રેકોર્ડની શરૂઆત કરી ત્યારે તેમણે 12 કલાકના રેકોર્ડ કરવાનું નક્કી કર્યું હતું. આથી સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી સ્કેટિંગ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાત્રે 8 વાગ્યા બાદ પણ સાતે બાળકીઓનો ઉત્સાહ જોતાં તેમણે સ્કેટિંગ ચાલુ જ રાખ્યું હતું અને રાત્રિના 11 વાગ્યે આ સ્કેટિંગ પૂર્ણ કરી 15 કલાકનો રેકોર્ડ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આયોજકે જણાવ્યુ હતું કે આ પહેલા 8 કલાકનો રેકોર્ડ હતો. જેને તોડીને અમે આ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
આ પણ વાંચો: