સુરત: ભાજપના ધારાસભ્ય વીનુ મોરડીયાની ઓફિસ નજીક જનતા રાજ નામથી બેનરો લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કોઈ પણ ધારાસભ્ય સરકારી બસમાં પ્રવાસ કરતો નથી, તો પછી ધારાસભ્યના નામની સીટ કેમ રાખવામાં આવે છે.
સુરતઃ ધારાસભ્ય વીનુ મોરડીયાની ઓફિસ પાસે બેનર્સ લાગ્યા - વીનુ મોરડીયા
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જનતા રાજના પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે. જેમાં કોઈ પણ ધારાસભ્ય સરકારી બસમાં પ્રવાસ નહીં કરવા છતાં તેમના નામની સીટ રાખવાનું કારણ પૂછવામાં આવ્યું છે.
![સુરતઃ ધારાસભ્ય વીનુ મોરડીયાની ઓફિસ પાસે બેનર્સ લાગ્યા ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8552268-170-8552268-1598354853478.jpg)
ધારાસભ્ય વીનુ મોરડીયાની ઓફિસ પાસે બેનર્સ લાગ્યા
આ પોસ્ટરો સુરતના અડાજણ, કતારગામ, સિંગણપુર 4 રસ્તા પર પણ લગાવવામાં આવ્યાં છે. આ દરેક પોસ્ટર જનતા રાજ દ્વારા લગાડવામાં આવ્યા છે. આ બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે, જ્યાં સુધી ગુજરાતનું દેવું ચૂકતે નહીં થાય, ત્યાં સુધી નેતાઓના પગાર બંધ કરો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આવા બેનર્સ વડોદરા શહેરમાં લગાડવામાં આવ્યાં હતા.
ધારાસભ્ય વીનુ મોરડીયાની ઓફિસ પાસે બેનર્સ લાગ્યા
આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેથી આવા સમયે આ પોસ્ટર લાગવાથી અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે.