ગુજરાત

gujarat

ETV Bharat / city

કેળાના ભાવ આસમાને: ખેડૂતોને ઘી-કેળા - Banana Demand Increase

દક્ષિણ ગુજરાતમાં કેળાના ભાવ(Banana prices in South Gujarat) આસમાને પહોંચ્યા છે. જેથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે. છેલ્લે કેરીનો પાક ઓછો અને મોડો આવતા કેળાના ભાવ ઊંચા રહ્યા હતા. આ સાથે મહારાષ્ટ્રમાં પણ કેળાની ખેતી ઓછી થઇ છે. આ દરમિયાન સુરત જિલ્લામાં પણ કેળાનું ઉત્પાદન ઓછું રહ્યું છે. જેથી કેળાના ભાવમાં વધારો(Banana Price Hike) જોવા મળ્યો છે. હાલ કિલોના ભાવ 20 રૂપિયાની આસપાસ છે.

કેળાનો ભાવ આસમાને: ખેડૂતોને ઘી-કેળા
કેળાનો ભાવ આસમાને: ખેડૂતોને ઘી-કેળા

By

Published : Jul 28, 2022, 7:23 PM IST

સુરત:દક્ષિણ ગુજરાતમાં કેળાના ભાવ(Banana prices in South Gujarat) ઐતિહાસિક સપાટી પર પહોંચતા કેળાની ખેતી કરનાર ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન મે માસથી જ ધીમે ધીમે કેળાના ભાવ વધવાની શરૂઆત થઈ હતી. હાલમાં કેળાનો એક કિલોનો ભાવ 20 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. આ ભાવ આગામી તહેવારોને જોતા કેળાના ભાવ(Upcoming Festival Banana Price) વધુ ઊંચાઈ જાય તેવી શક્યતા છે. મણના ભાવ 400 રૂપિયા સુધી પહોંચે તે શક્યતા નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો:ડીસાના ખેડૂતની અનોખી કેળાની ખેતી, અનેક ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ

જિલ્લામાં અનેક સહકારી કેળાના મંડળો આવેલા છે -ખેડૂતો સહકારી મંડળી મારફતે કેળાનો વેપાર કરે છે. જેમાં બારડોલી ચોર્યાસી, પલસાણા, કામરેજ અને મહુવા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કેળાની ખેતી જોવા મળે છે. અહીંના કેળા વિદેશમાં પણ નિકાસ થાય છે. કેળાની ખેતીમાં ઉતાર ચઢાવ હોવાથી ઘણા લાંબા સમયથી ખેડૂતો ખેતી કરતા અટક્યા હતા. આ ઉપરાંત, વાવાઝોડું કે અન્ય કોઈ કુદરતી આપદામાં કેળાની ખેતીમાં મોટું નુકસાન થાય છે. જેને પગલે ખેતી કરવી જોખમકારક છે.

આવા ભાવ રહે તો અન્ય ખેડૂતો પણ કેળની ખેતી તરફ વળશે

જૂન માસ દરમિયાન કેળાના ભાવ ઐતિહાસિક ટોચની સપાટીએ -જો કે હવે આ વિસ્તારના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે. ફરી એક વખત ખાંડ ઉદ્યોગની પરિસ્થિતિને જોતાં કેળાની ખેતી વધુ અનુકૂળ માની રહ્યા છે. ગત વર્ષે તૌક્તે વાવાઝોડાએ મોટા પ્રમાણમાં કેળાની ખેતીને(Damage to banana cultivation) નુકસાન કર્યું હતું. જો કે ચાલુ વર્ષ દરમિયાન કેળાની ખેતીમાં ગત મે માસથી ભાવ ઊંચા જવાની શરૂઆત થઈ હતી. જૂન માસ દરમિયાન ભાવ ઐતિહાસિક ટોચની સપાટીએ પહોંચ્યો છે. હાલ એક કિલો કેળાના ભાવ 19.50 રૂપિયા પહોંચ્યા છે. અંદાજિત મણના 400 રૂપિયા ભાવ ઐતિહાસિક કહી શકાય છે. તેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ કારણે કેળાના ભાવ ઊંચા ગયા - ચાલુ વર્ષ દરમિયાન કેરીનો પાક ઓછો અને મોડો આવતા મે માસમાં કેળાના ભાવ ઊંચા રહ્યા હતા. બીજી તરફ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ કેળાની ખેતી ઓછી થઈ છે. તેમાંથી જે આવક(Maharashtra Banana Price) થાય તે બંધ થઈ છે. હાલમાં સુરત જિલ્લામાં પણ કેળાનું ઉત્પાદન(Banana Production in Surat District) ઘટ્યું છે. જેના પગલે કેળાનો પુરવઠો ઓછો થતાં ભાવ આસમાને પહોંચ્યા છે.

સરેરાશ 7થી 8 રૂપિયાનો ભાવ મળતો હોય છે -સામાન્ય રીતે કેળાના ભાવ સરેરાશ 7થી 8 રૂપિયા પ્રતિ કિલો રહેતા હોય છે. જે બદલાતા રહેતા હોય છે. કોઈ વખત આ ભાવ 5 રૂપિયાથી પણ નીચા જતા રહે છે. ખાસ કરીને કેરીની સિઝનમાં ગાળામાં આ ભાવ ખૂબ જ નીચા જતાં હોય છે. પરંતુ આ વખતે 19.50 રૂપિયા પ્રતિ કિલોનો ઐતિહાસિક ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જે હજી પણ વધે તેવી સંભાવના છે.

આવા ભાવ રહે તો અન્ય ખેડૂતો પણ કેળાની ખેતી તરફ વળશે - બારડોલીના ઉતારા ગામે(Utra village of Bardoli) કેળાની ખેતી કરતા પૂણા કુંભારિયા ગામના ચંદુ ભગા પટેલે જણાવ્યું હતું કે, આ વખતે કેળાના ભાવો ખૂબ જ સારા મળ્યા છે. આવા ભાવ મળતા રહે તો કેળની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળશે, તેમજ અન્ય ખેડૂતો પણ કેળાની ખેતી તરફ વળે એવી આશા છે.

ભાવ જળવાઈ રહે તો વધી રહેલા ઉત્પાદન ખર્ચ સામે થોડી રાહત થશે -બારડોલીના સહકારી અગ્રણી(Cooperative pioneer of Bardoli) અને કેળની ખેતી કરતાં રાજેશ પટેલ જણાવ્યું હતું કે, ગયા વર્ષે વાવેતર ઓછું થયું હોવાથી ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. જેને કારણે કેળાનો ભાવ વધારે મળી રહ્યો છે. કેરી પણ આ વખતે ઓછી હતી, કેળાની માંગ(Banana Demand Increase) વધી રહી છે. ભાવ સારા મળ્યા હોવા છતાં ઉત્પાદન ખર્ચ પણ ખાસ્સો વધ્યો છે. કેળાના પિલા, ડ્રિપ સિસ્ટમ, ખાતરના ભાવમાં વધારો થયેલો છે. દર વર્ષે સરેરાશ 7થી 8 રૂપિયાનો ભાવ રહે છે. તેની સામે ખર્ચા વધતાં માર્જિનમાં ઘટાડો થઈ રહ્યો છે. જો 19.50 રૂપિયાની આસપાસનો ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને મોટી રાહત થશે.

આ પણ વાંચો:સૌરાષ્ટ્રમાં વરસાદી પૂરના પાણીએ પાકનું થયું ધોવાણ

પુરવઠો ઓછો હોવાથી ભાવ વધુ -કેળાના વેપાર સાથે સંકળાયેલી સરદાર બાગાયત સહકારી મંડળીના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, હાલ ખેડૂતોને કેળાના સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ બે વર્ષ પહેલા લોકડાઉન વખતે ખેડૂતોને 3 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. મોટી ખોટ સહન કરવાની નોબત આવી હતી. આ વર્ષે કેળાનો પુરવઠો ઓછો અને માંગ વધુ હોવાથી ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે. હાલનો ભાવ 19.50 રૂપિયા પાંચ દિવસથી સ્થિર છે.

ABOUT THE AUTHOR

...view details