સુરતઃ યુક્રેન પર રશિયાના હુમલા બાદ રફ ડાયમંડની સપ્લાયર કંપની અલરોસા પર મૂકાયેલા પ્રતિબંધને (Ban on Alrosa Company) કારણે સુરતના હીરા ઉદ્યોગમાં પેમેન્ટ ક્રાઇસીસ સહિતના પ્રશ્નો (Payment Crisis in Surat Diamond Industry) ઊભા થયા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા ઉદ્યોગના હિતમાં દરમિયાનગીરી કરે તેવી હીરા ઉદ્યોગકારોની (Surat Diamond Industry demands to PM Modi) માગ છે.
અમેરિકાએ રશિયન કંપની પર મૂક્યો પ્રતિબંધ - જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન અને હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા (Russia Ukraine War) બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં કાચા હીરાનો સપ્લાય ખોરંભાયો હતો, પરંતુ ત્યારબાદ તાજેતરમાં અમેરિકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ (Ban on Alrosa Company) મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાશે.
સમગ્ર વિશ્વમાં ખળભળાટ -અમેરિકાએ રશિયન ડાયમંડ માઈનિંગ કંપની અલરોસા પર મૂકેલા પ્રતિબંધને (Ban on Alrosa Company) કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી મૂક્યો હોવાના ઇઝરાયેલના અખબારી અહેવાલોએ એ વાતની પ્રતીતી કરાવે છે કે વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ ગંભીર કટોકટી તરફ ઢસડાય રહ્યો છે.
સુરતના હીરા ઉદ્યોગમાં 5,000 નાનામોટા કારખાના છે - સુરત હીરા ઉદ્યોગમાં 5,000થી વધુ નાનામોટા કારખાનાઓ આવેલા છે. સાઉથ આફ્રિકાથી લઈને રશિયાના ખાણમાંથી રફ ડાયમંડ અહીંયા તો થતું હોય છે. 20 બિલિયન ડોલર રફ ડાયમંડનો વેપાર છે. જ્યારે કટ ડાયમંડનું પણ 20 ડોલર બિલિયન વેપાર દર વર્ષે નોંધાય છે. રશિયાના અલરોસા કંપનીથી 30 ટકા ડાયમંડ સુરતમાં કટિંગ અને પોલિશિંગ માટે આવે છે. ભારતમાં જેનો વેપાર 4.5 બિલિયન ડોલર છે. ભારતમાં દર વર્ષે 400 મિલિયન ડોલર રફ ડાયમંડનો વેપાર છે અને બહારથી દર વર્ષે 2 લાખ કેરેટરફ ડાયમંડ ઈમ્પોર્ટ થાય છે.
કાચા હીરાનો સપ્લાય મેળવી શકતા હતા -પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની (Ban on Alrosa Company) વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે. તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, ના હીરા ઉધોગપતિઓ પણ આવે છે. આમ, હવે મુંબઈ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત (Shortage of rough diamonds in Mumbai and Gujarat) વર્તાશે અને તેના ભાવો અસાધારણ રીતે વધી જવાની શક્યતા જોવાય રહી છે. બીજી તરફ કાચા હીરાને સમાંતર તૈયાર હીરાના ભાવો પણ આ જ કારણથી ઉંચકાશે. તેને લઇને સમગ્ર હીરા બજારમાં અસમંજસભરી સ્થિતિ (Poor condition of diamond industry) સર્જાવાની ભીંતિ છે.
આ પણ વાંચો-New variant of corona: સુરત હીરા ઉદ્યોગમાં બ્લાઇન્ડ ખરીદી ફરીથી શરૂ થશે