બારડોલી: માણેકપોર ચેકપોસ્ટ નજીકથી કહેવાતા ગૌરક્ષકોએ વ્યારાથી ભેંસો ભરેલો ટેમ્પો પકડાવવા બાબતે નવસારીના ચિખલીના વેપારી યુવકનું અપહરણ કરી માર માર્યો હતો. ત્યાર બાદ તેની પાસેથી 2 લાખ રૂપિયાની ખંડણી માગવાનાં ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓની જામીન અરજી બુધવારના રોજ બારડોલી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી.
26મી ઓગસ્ટના રોજ નવસારી જિલ્લાના ચિખલી તાલુકાનાં સરમોલીમાં આવેલી દર્શન સોસાયટી ખાતે રહેતા મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાલોતરા ગઢસીવાનના 36 વર્ષીય મહાવીરભાઈ હરખચંદ જૈન માણેકપોર ચેક પોસ્ટ પર બેઠા હતા. ત્યારે બપોરના 2.40 વાગ્યાના અરસામાં વ્યારા તરફથી એક કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા ભરત ભરવાડ, જય પટેલ અને જગદીશ પટેલ સહિતના કેટલાક શખ્સોએ મહાવીર જૈનને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી ઢીકા મુક્કી તેમજ લાકડાના સપાટા મારી બે લાખની ખંડણી માંગી હતી. 2 લાખની ખંડણી આપવાની ના પાડવાથી જાનથી મારી નાખવાની ધમકી આપી, મહાવીરને નવસારીના કબીલપોર નજીક ફેંકીને નાસી છૂટ્યા હતા. બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ