સુરત: હીરા દલાલ એવા આરટીઆઇ એક્ટિવિસ્ટની સરથાણા સ્થિત સહજાનંદ બિઝનેસ હબની ઓફિસની બહારથી 150 રૂપિયાની કિંમતનું પોતું મારવાના દંડાની ચોરી થઈ હતી. ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે. જેના આધારે પોલીસે 24 કલાકમાં ગુનો ઉકેલી 3ની ધરપકડ કરી હતી. ફરિયાદી જનક ભાલાળાની ઓફિસની બહાર 150 રૂપિયાની કિંમતનું પોતું મારવા માટેનો દંડો મૂક્યો હતો. આ દંડો રહસ્યમય રીતે ગુમ થઇ ગયો હતો.
ગજબની ભાગીદારીઃ હીરાદલાલ, કાપડદલાલ અને એમ્બ્રોઇડરી કારખાનેદારે કરી 150 રૂપિયાના ઝાડુપોતાંની ચોરી! - સૂરત ક્રાઈમ
સુરતમાં ચોરીનો બનાવ બને ત્યારે આંકડો લાખો અને કરોડોમાં જતો હોય છે પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં દોઢસો રૂપિયાના ઝાડુપોતાંની ચોરી થઇ.એટલું જ નહીં, પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પણ પાડ્યાં છે. દોઢસો રૂપિયાના ઝાડુપોતાંની ચોરીએ જેટલા આશ્ચર્યમાં મૂકાઈએ તેના કરતા પણ વધારે આશ્ચર્યની વાત આ છે કે ચોરી કરનાર આરોપી એક હીરાદલાલ, બીજો કાપડદલાલ અને ત્રીજો એમ્બ્રોઇડરીનો કારખાનેદાર છે.
![ગજબની ભાગીદારીઃ હીરાદલાલ, કાપડદલાલ અને એમ્બ્રોઇડરી કારખાનેદારે કરી 150 રૂપિયાના ઝાડુપોતાંની ચોરી! ગજબની ભાગીદારીઃ હીરાદલાલ, કાપડદલાલ અને એમ્બ્રોઇડરી કારખાનેદારે સંપથી કરી 150 રૂપિયાના ઝાડુપોતાંની ચોરી!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8765890-thumbnail-3x2-chor-jhadu-7200931.jpg)
જેથી જનક ભાલાળાએ આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં. આશ્ચર્યની બાબત એ છે કે પોલીસે ફરિયાદ નોંધી તપાસ પણ શરૂ કરી દીધી છે. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.પોલીસે તપાસ હાથ ધરતાં સીસીટીવીમાં જોયું હતું કે જીન્સ અને ડાર્ક કલરનો શર્ટ પહેરેલો યુવાન દંડો લઇને આવી કોમ્પ્લેક્ષની બહાર થોડી વાર બેસે છે ત્યારબાદ નજીકમાં મોપેડ લઇ ઉભેલા યુવાનની સાથે બેસીને ત્યાંથી જતાં નજરે પડી રહ્યો છે. સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીનું પગેરું મેળવી લઈ આરોપીની ધરપકડ કરી લીધી હતી.