- સમગ્ર વિશ્વમાં ટીબી એક ખતરનાક બીમારી
- કોરોનાની મહામારીમાં ટીબીના કેસો અચાનક ઓછા
- લોકો માં ડર કે, ટીબીના નિદાન માટે જશે તો કોરોનામાં નાખી દેશે
સુરત:સમગ્ર વિશ્વમાં ટીબી એક ખતરનાક બીમારી છે, પરંતુ કોરોનાની મહામારીમાં તેના કેસો અચાનક ઓછા થવાથી ટીબી નિષ્ણાતો ચિંતિત થઇ ગયા છે. કારણ કે લોકોમાં ડર છે કે, જો ટીબીના નિદાન માટે જશે, તો કોરોનામાં નાખી દેશે. આવા ડરના કારણે લોકો ટીબીનું નિદાન કરાવવા જતા નથી. પરંતુ આવા લોકો ડરવાની જગ્યાએ નિદાન અને સારવાર કરાવવા ટીબી સેન્ટર સુધી પહોંચે તે માટે સુરત આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.