ગુજરાત

gujarat

ETV Bharat / city

એવું તે શું થયું કે રિક્ષાચાલકે અલ્પેશ કથિરિયાને દોડાવી દોડાવીને માર માર્યો, વીડિયો આવ્યો સામે - surat private hospital

સુરતમાં પાસ કન્વિનર અલ્પેશ કથિરિયા અને રિક્ષાચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રિક્ષાચાલકે અલ્પેશ કથિરિયા (PAAS Convener Alpesh Kathiriya) પર હુમલો કરતા તેમને હોસ્પિટલમાં દાખલ (surat private hospital) કરવામાં આવ્યા હતા. તો આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં (kapodra police station) ફરિયાદ નોંધવામાં આવી છે.

એવું તે શું થયું કે રિક્ષાચાલકે અલ્પેશ કથિરિયાને દોડાવી દોડાવીને માર માર્યો, વીડિયો આવ્યો સામે
એવું તે શું થયું કે રિક્ષાચાલકે અલ્પેશ કથિરિયાને દોડાવી દોડાવીને માર માર્યો, વીડિયો આવ્યો સામે

By

Published : Sep 20, 2022, 1:54 PM IST

સુરતશહેરમાં પાસના કન્વિનર અલ્પેશ કથિરિયા (PAAS Convener Alpesh Kathiriya) અને રિક્ષાચાલક વચ્ચે ઝઘડો થતાં આખો રસ્તો જામ થઈ ગયો હતો. આ બંને વચ્ચે ગાડી અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રિક્ષાચાલકે અલ્પેશ કથિરિયા પર દંડા વડે હુમલો કર્યો હતો. તેના કારણે તેમને હોસ્પિટલ (surat private hospital) ખસેડવામાં આવ્યા હતા. તો આ મામલે રિક્ષાચાલક સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં (kapodra police station) ફરિયાદ પણ નોંધાઈ હતી.

અલ્પેશ કથિરિયા હોસ્પિટલમાં દાખલ

વીડિયો આવ્યો સામે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રિક્ષાચાલક ગુસ્સામાં અલ્પેશ કથિરિયાની ( PAAS Convener Alpesh Kathiriya) પાછળ ભાગી રહ્યો છે. તેમ જ તેમની પર હુમલો (Auto Rickshaw Driver attack) કરી રહ્યો છે. તેના કારણે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, ઈજાગ્રસ્ત અલ્પેથ કથિરિયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દૂધની ટાંકીનું ઢાંકણું મારવાનો કર્યો પ્રયાસ

રિક્ષાચાલકે સ્થાનિકોને રોક્યોશહેરમાં પાસના કન્વિનર અલ્પેશ કથિરિયા (PAAS Convener Alpesh Kathiriya) અને રિક્ષાચાલક વચ્ચે ગાડી અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રિક્ષાચાલકે અલ્પેશ કથિરિયા ઉપર દંડા વડે હુમલો (Auto Rickshaw Driver attack) કર્યો હતો. જોકે, સ્થાનિકોએ રિક્ષાચાલકને રોક્યો હતો. તેમ છતાં આટલેથી ન રોકાતા રિક્ષાચાલકે દૂધની નાની ટાંકીનું ઢાંકણું પણ કથિરિયાને મારવાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details