ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ, બ્રિજ ઉપર ટોળું જોઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કાફલો રોક્યો - સુરતમાં યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ

સુરતના નવનિર્મિત પાલ ઉમરા બ્રિજ ઉપર રાત્રે યુવતી આત્મહત્યા (Attempted suicide in Surat) કરવા પહોંચી હતી, ત્યારે લોકોએ તેને બચાવી હતી. બ્રિજ ઉપર લોકોનું ટોળું જોઈને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghvi) પોતાનો કાફલો રોક્યો હતો.

સુરતમાં યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ, બ્રિજ ઉપર ટોળું જોઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કાફલો રોક્યો
સુરતમાં યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ, બ્રિજ ઉપર ટોળું જોઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કાફલો રોક્યો

By

Published : Apr 3, 2022, 1:53 PM IST

સુરત:સુરતના નવનિર્મિત પાલ ઉમરા બ્રિજ ઉપર રાત્રે યુવતી આત્મહત્યા (Attempted suicide in Surat) કરવા પહોંચી હતી, ત્યારે લોકોએ તેને બચાવી હતી. બ્રિજ ઉપર લોકોનું ટોળું જોઈને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghvi) પોતાનો કાફલો રોક્યો હતો.

આ પણ વાંચો:Crime in Banaskatha: ખારી પાલડીના ગુમશુદા યુવકનો ભુતેડી પાસેથી દાટી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ યુવતીને સમજાવી :સુરતના નવનિર્મિત પાલ ઉમરા બ્રિજ ઉપર રાત્રે 10:30 વાગ્યાની આસપાસ યુવતીએ ઉપરથી આત્મહત્યા (Attempted suicide in Surat) કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોની નજર જતાં તેને બચાવી લેવામાં આવી હતી. લોકો તેને સમજાવી રહ્યા હતા, ત્યાં જ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો (State Home Minister Harsh Sanghvi) કાફલો ત્યાંથી જઈ રહ્યો તે સમય દરમિયાન જ ગૃહપ્રધાને બ્રિજ ઉપર લોકોનું ટોળું જોઈને પોતાનો કાફલો રોક્યો હતો અને પોતે યુવતી પાસે પહોંચીને તેને સમજાવી પોલીસ સ્ટેશને મોકલ્યા હતા.

આ પણ વાંચો:Surat Murder Crime 2022 : સુરતમાં નજીવી બાબતે મિત્રે કરી મિત્રની હત્યા

હર્ષ સંઘવીએ પોતાનો કાફલો રોક્યો હતો : થોડા મહિના પહેલાં પણ આ જ રીતેની ઘટના શહેરના સરદાર બ્રિજ ઉપર બની હતી. તે સમય દરમિયાન પણ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghvi) પોતાનો કાફલો રોકી યુવકને બચાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details