- મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે એક યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ
- AAPના મહિલા કોર્પોરેટરના પતિએ કરી આત્મવિલોપનનો પ્રયાસ
- યુવકને પોલીસ અને આપના કાર્યકર્તાઓ રોટરી ક્લબની બહાર લઈ ગયા
સુરત : શહેરમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન (Deputy Chief Minister) મનીષ સિસોદિયા રવિવારે મહેમાન બન્યા છે. સુરત આમ આદમી પાર્ટી દ્વારા અઠવાગેટ વિસ્તારમાં આવેલા જીવનભારતી રોટરી ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ (Press conference)નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન (Deputy Chief Minister) મનીષ સિસોદિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરવામાં આવી હતી. તે સમયે જીવનભારતી સ્કૂલની રોટરી ક્લબની બહાર આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર (Corporator)ના પતિ દ્વારા શરીર ઉપર કેરોસીન છાટીને આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે બંદોબસ્તમાં ઉપસ્થિત રહેલા પોલીસ કર્મીઓ અને આપના કાર્યકર્તાઓ દ્વારા રોટલી ક્લબની બહાર લઈ જવાયો હતો.
આપના મહિલા કોર્પોરેટર અને પતિ વચ્ચે ઘણા સમયથી મતભેદ છે
સુરતના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર (Corporator) રૂતા દુધાગરા જેઓ વૉર્ડ નંબર-3ના કોર્પોરેટર છે. તેમના અને તેમના પતિ વચ્ચે થોડા દિવસોથી કોઈ વાતને લઈને સમસ્યાઓ ચાલી રહી છે. જોકે વાત એ છે કે, AAPના મહિલા કોર્પોરેટર (Corporator) રુતા દુધાગરાના પતિ ચિરાગ જેમણે ભાજપના એક નેતા પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે. જેને લઈને પરિવારોમાં ઝઘડાઓ શરુ થઇ ગયા હતા. તેમની છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ છે. થોડા સમય પહેલાં જ AAPના કોર્પોરેટર (Corporator) રુતા દૂધાગરાએ પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરીને એમ કહ્યું હતું કે, મારા પતિ ચિરાગ દુધાગરાએ ભાજપના એક નેતા પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે. તો બીજી બાજુ ચિરાગ દુધાગરાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની પત્નીએ કહેલી 25 લાખ રૂપિયાની વાતને ખોટી કહી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારુ ઘર તોડવામાં શહેર પ્રમુખનો ખુબ જ મોટો હાથ છે.
આ પણ વાંચો : શિક્ષણ સમિતિના સભ્ય માટે ચૂંટણી, BJP અને AAP કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો