રાંદેર-અડાજણના માથાભારે ફાયનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર ત્રણ દિવસ પહેલા પારિવારીક ઝઘડાને લઇને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ ફિલ્મી સ્ટાઇલમાં આવીને કારની તોડફોડ કરવાની સાથે છરા અને તલવાર વડે હુમલો કરી માથા, પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.
ફાઇનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર હુમલો કરનાર ટોળકી પોલીસના સકંજામાં - ફાઇનાન્સર રાજન કાલી
સુરત: શહેરના રાંદેર વિસ્તારના માથાભારે ફાઇનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરનારી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. હુમલો કરવા પાછળ પારિવારિક કારણ સામે આવ્યું છે. ફાઇનાન્સર અને તેના ભાઈ પર હુમલો કરનાર કુલ 5 ઓરોપીની પોલીસે ધરપકડ કરી છે.
આરોપીની ધરપકડ
હુમલો થયા બાદ રાજન કાલી અને તેમના ભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પોલીસે ઘટના અંગે 307નો ગુનો દાખલ કરી આરોપીની તપાસ હાથ ઘરી હતી. જેમાં પોલીસે પાંચ ઇસમોની ધરપકડ કરી છે.