સુરત- સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાં (Lajpore Central Jail)કાચા કામના કેદીના મોઢા પર અને હાથ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ કેદીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કેટલાક કેદીઓએ હુમલો (Attack on a under trial prisoner)કરી કેદના મોઢા, હાથ ઉપર ઈજાઓ પહોંચાડી હતી. જોકે આ ઘટના આજે સવારે આઠ વાગ્યે બની હતી. કેટલાક કેદીઓએ હુમલો કરી કેદના મોઢા, હાથ ઉપર ઈજાઓ પહોંચાડી હતી. તેને તાત્કાલિક જૈલના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને સુરત સિવિલ હોસ્પિટલના લાવવામાં આવ્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કેદી પર હુમલો : કાચા કામના કેદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો, શા કારણે થઇ માથાકૂટ?
લાજપોર સેન્ટ્રલ જેલમાં (Lajpore Central Jail) કાચા કામના કેદી પર (Attack on a under trial prisoner)હુમલો કરવામાં આવ્યો હતો. કેદીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં (Surat New Civil Hospital ) દાખલ કરવામાં આવ્યો છે.
શરીર ઉપર ઇજાના પાંચથી છ નિશાન મળી આવ્યા - સુરતની લાજપોર જેલમાં (Lajpore Central Jail)એક હુમલાની ઘટના (Attack on a under trial prisoner)ઘટી ગઈ હતી. જેમાં જેલના બેરેક નમ્બર એ 9/12ના કsદીને જેલના પોલીસ કર્મચારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં (Surat New Civil Hospital )લઈને આવ્યા હતાં. તેની તપાસમાં તેના શરીર ઉપર ઇજાના પાંચથી છ નિશાન મળી આવ્યા હતાં પરંતુ એ ઈજાઓ સામાન્ય હતી. જેથી તેની સારવાર કર્યા બાદ થોડા જ સમયમાં રજા પણ આપી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ કેદીઓને પગભર થવા તક મળે તે માટે સુરતની લાજપોર જેલમાં શરૂ કરાયું Bhajiya House
આરોપીને થાળીથી મારવામાં આવ્યું- જે કેદી પર હુમલો થયો તે આરોપી રાયોટિંગના ગુનામાં છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી સુરતની સેન્ટ્રલ લાજપોર મધ્યસ્થ જેલમાં (Lajpore Central Jail)બંધ હતો. તેને આંખની બાજુમાં, ડાબા હાથના પાછળના ભાગે અને અન્ય નાની ઈજાઓ હતી. આ આરોપીનું નામ નિર્મલ મેહન્દ્ર પરમાર છે. આરોપીને થાળીથી મારવામાં આવ્યું છે.