ગુજરાત

gujarat

ETV Bharat / city

ASIની પત્નીએ PSI રાજદીપસિંહ વનાર સામે પોલીસ ફરિયાદ કરવા અંગે વલસાડ SPને અરજી કરી - Valsad Police

પોતાની દરેક પોસ્ટિંગમાં વિવાદોમાં રહેનારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ વનાર ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. આ વખતે તેઓ પર ગંભીર આરોપ કરનારા તેમના જ પોલીસ મથકના મૃતક ASI રતિલાલ ગામીતની પત્ની છે. તેઓએ વલસાડ જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટને લેખિત ફરિયાદ કરી છે કે, તેમના પતિના આત્મહત્યા પાછળ PSI રાજદીપસિંહ વનારનો ત્રાસ કારણભૂત છે. તેઓની સામે પોલીસ ફરિયાદ કરવા ASIની પત્નીએ આજીજી કરી છે.

ASIની પત્નીએ PSI રાજદીપસિંહ વનાર સામે પોલીસ ફરિયાદ કરવા અંગે વલસાડ SPને અરજી કરી
ASIની પત્નીએ PSI રાજદીપસિંહ વનાર સામે પોલીસ ફરિયાદ કરવા અંગે વલસાડ SPને અરજી કરી

By

Published : Jan 19, 2021, 11:02 PM IST

Updated : Jan 21, 2021, 2:55 PM IST

  • ASI રતિલાલ ગામીતની પત્નીએ PSI રાજદીપસિંહ વનાર સામે ફરિયાદ કરવાની અરજી કરી
  • તેમની સામે પોલીસ ફરિયાદ કરવા અંગે વલસાડ પોલીસ સુપ્રિટેન્ડન્ટને અરજી કરી
  • ASI રતિલાલ ગામીતે ઝેરી દવા ગટગટાવી કરી હતી આત્મહત્યા

વલસાડઃ 17મી જાન્યુઆરીના રોજ પોલીસ લાઈનમાં ASI રતિલાલ ગામીતે ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને બે દિવસ થઈ ગયા છે, પરંતુ પોલીસના હાથે અત્યાર સુધી પોતાના જ પોલીસ કર્મીએ શા માટે આત્મહત્યા કરી છે તેનો ઠોસ પુરાવો મેળ્યો નથી. પરંતુ ASIની પત્નીએ તેમના પતિના ઉચ્ચ અધિકારી PSI રાજદીપસિંહ વનાર સામે ગંભીર આરોપ મૂક્યાં હતા અને તેમની સામે પોલીસ ફરિયાદ કરવા અંગે વલસાડ પોલીસ સુપ્રિટેન્ડન્ટને અરજી કરી હતી. આરોપ છે કે રાજદીપસિંહ વનાર અવાર-નવાર રતિલાલને કામ બાબતે ખરાબ શબ્દો કહેતા હતા અને જાણી જોઈને હેરાન કરતા હતા.

રતિલાલ હૃદય રોગથી પીડાઇ રહ્યા હતા

રતિલાલ હૃદય રોગથી પીડાઇ રહ્યા હતા અને તેમની ઉંમર આશરે 56 વર્ષ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમની આત્મહત્યાના બે દિવસ પહેલા PSIએ રોલ કોલ દરમિયાન ખખડાવ્યાં હતા અને અપમાનિત કર્યા હતા. રતિલાલનો પરિવાર ધરમપુર વિસ્તારમાં રહે છે. પરિવારના જણાવ્યાં મુજબ PSIના ત્રાસ અંગે તેઓએ પરિવારને જણાવ્યું પણ હતું. આત્મહત્યા પહેલા રતિલાલ માનસિક ત્રાસથી ગુજરી રહ્યા હતા. જે એએસઆઈ પોતાના પોલીસ મથકમાં આવતા લોકોને ન્યાય આપવા માટે 24 કલાક ડ્યુટી બજાવતા હતા. આજે તેમની પત્ની એમના જ ઉચ્ચ અધિકારીઓ પાસે પોતાના પતિને ન્યાય મળી શકે આ માટે રજૂઆત કરતી જોવા મળી હતી.

પરિવારે PSI રાજદીપસિંહ વનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી

પરિવારે અરજી કરી PSI રાજદીપસિંહ વનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉચ્ચ અધિકારીઓ હવે તપાસનો ધમધમાટ શરૂ કરશે. આ પ્રથમ વખત નહીં કે પીએસઆઇ ઉપર કોઈ આરોપ થયા હોય, અગાઉ પણ ઉચ્ચ અધિકારીઓ પાસે પીએસઆઇ વનારની અનેક ફરિયાદો આવી ચૂકી છે.

ASIની પત્નીએ PSI રાજદીપસિંહ વનાર સામે પોલીસ ફરિયાદ કરવા અંગે વલસાડ SPને અરજી કરી
Last Updated : Jan 21, 2021, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details