ગુજરાત

gujarat

ETV Bharat / city

એશિયાની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની પુનઃ શરૂઆત, દિવસમાં બે વખત થઈ શકશે પ્રવાસ - Asia largest ship Hazira to Ghogha Roro Ferry

ગુજરાતમાં દરિયાઈ માર્ગે માત્ર 3 કલાકમાં હજીરા અને ઘોઘાને જોડતી સુવિધા શરૂ થઈ હતી. જે તકનીકી અને ઈંધણના વધતા ભાવોને કારણે કારણોસર થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. જે ફરી હવે આ સર્વિસ ફરીથી હજીરા ટર્મિનલ ખાતેથી શરૂ રહી છે. હવે એશિયાની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓ શરૂ કરવામાં આવી છે. Ghogha to Hazira Voyage Express, South Gujarat to Saurashtra Ropex Ferry, Solar Powered Ropex Ferry Services

એશિયાની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની પુનઃ શરૂઆત, દિવસમાં બે વખત થઈ શકશે પ્રવાસ
એશિયાની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની પુનઃ શરૂઆત, દિવસમાં બે વખત થઈ શકશે પ્રવાસ

By

Published : Sep 8, 2022, 7:52 AM IST

સુરતદરિયાઈ માર્ગે માત્ર 3 કલાકમાં હજીરા અને ઘોઘાને જોડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બનાવતાં વોએજ એક્સપ્રેસ દ્વારા એશિયાની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો (Solar Powered Ropex Ferry Services) ઉપયોગ શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ માર્ગે (South Gujarat to Saurashtra Ropex Ferry ) જોડતી રોપેક્સ ફેરી સર્વિસ તકનીકી અને ઈંધણના વધતા ભાવોને કારણે કારણોસર થોડા સમય માટે બંધ થયા બાદ હવે આ સર્વિસ ફરીથી હજીરા ટર્મિનલ ખાતેથી શરૂ રહી છે.

3 કલાકમાં હજીરા અને ઘોઘાને જોડતી સુવિધા ફરી શરૂ

ઘોઘા હજીરા પ્રવાસ કરવાનો વિકલ્પ વોએજ એક્સપ્રેસ ઘોઘાથી (Voyage Express Time from Ghogha ) સવારે 9 વાગે અને હજીરાથી સાંજે 6.30 કલાકે રવાના થશે. જ્યારે કે વોએજ સિમ્ફની (Ghogha to Hazira Voyage Express) હજીરાથી સવારે 8 વાગે અને ઘોઘાથી સાંજે 5 વાગે પરત (Voyage Express Time from Hajira) ફરશે. રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપતા આ સોલાર સંચાલિત રોપેક્સ ફેરી (Asia largest ship Hazira to Ghogha Roro Ferry) ઇંધણના ઉપયોગમાં પણ નોંધપાત્ર બચત કરશે. આ સુવિધાની પુનઃશરૂઆત સાથે હવે પ્રવાસીઓ દિવસમાં બે વખત હજીરા ઘોઘા અને ઘોઘા હજીરા વચ્ચે પ્રવાસ કરવાનો વિકલ્પ પ્રાપ્ત કરશે.

વોએજ એક્સપ્રેસ ઘોઘાથી સવારે 9 વાગે અને હજીરાથી સાંજે 6.30 કલાકે રવાના થશે, જ્યારે કે વોએજ સિમ્ફની હજીરાથી સવારે 8 વાગે અને ઘોઘાથી સાંજે 5 વાગે પરત ફરશે.

2700 કિલોની કાર્બનની બચતરો પેક્ષ ફેરી CEO (Ropex Ferry CEO) કેપ્ટન DK મનરલે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન એ કહ્યું છે કે, કાર્બન એવિયેશન ઓછું (Low carbon aviation) કરવાનું છે. સોલાર પર ચાલતું આ એશિયાનું સૌથી મોટું જહાજ છે. સોલારમાં પેસેન્જર શીપ છે. રોજનો 100 કિલો વોટ નો પાવર મળે છે. એમાંથી અમારી રોજની એક ટન ડીઝલની બચત થાય છે એક ટન ડીઝલ નો મતલબ અમને 2700 કિલોની કાર્બનની બચત થાય છે. જો તમે આને 365થી ગણીએ તો અમારી 200થી 300 ટન કાર્બન ની બચત થાય છે. જે દેશ માટે સારું છે. પર્યાવરણ માટે સારું છે.

સોલારમાં પેસેન્જરશીપ

100 કિલોનો વોટ સોલાર જનરેટર તેઓએ જણાવ્યું હતું કે, આનાથી અમારું ઓપરેટિંગ કોસ્ટ પણ બચે છે. જે અમે પેસેન્જરને પાસઓન કરીએ છે. સોલાર પેનલથી અમારું રોજનું જે જનરેટર 2 ટન ડીઝલ ખર્ચ થાય છે. તે અડધું થઈ ગયું છે. હવે અમારે 1 ટન જેટલું જ ડીઝલનો ખર્ચ થાય છે. આનાથી અમારી જહાજમાં જેટલી લાઇટ થાય છે. તે પ્રકાશિત થાય છે. કિચન અને કેબીનમાં જે લાઇટ ચાલે છે. ઇલેક્ટ્રોનિક ગેમ ચાલે છે. તેનો લોડ 100 કિલોનો વોટ સોલાર જનરેટર ઉઠાવી લે છે. બીજી વાત આમાં એ સારી છે કે, પાવર ડાયરેક્ટ જનરેટરમાં જ જાય છે તેથી એમાં બેટરી પણ નથી કે તેમાં યુઝ અને સ્ટોર થાય.

સરકારે સહયોગ આપવાનું નક્કી કર્યુંતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેન્ટેનન્સ અને તેલના ભાવમાં વધારાના કારણે રો રો ફેરી બંધ થઈ ગઈ હતી. આ અંગે સરકાર સાથે વાત કરી સરકારે સહયોગ આપવાનું નક્કી કર્યું છે. GSTમાં પણ રાહત આપવાનું નક્કી કર્યું છે. પહેલા 18 ટકા GST લાગતી હતી.

3 કલાકમાં હજીરા અને ઘોઘાને જોડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બનાવતાં વોએજ એક્સપ્રેસ

શું છે સુવિધાઓઉલ્લેખનીય છે કે, વોએજ એક્સપ્રેસ સંપૂર્ણપણે એર કન્ડીશનરથી સજ્જ ફેરી સર્વિસ 3 કેફેટેરિયા, ગેમ ઝોન અને દરિયાઈ સુંદરતાનો અનુભવ માટે ટોપ ડેક જેવી સુવિધાઓ ધરાવે છે. તેમાં 180 એક્ઝિક્યુટિવ, 115 બિઝનેસ, 80 સ્લીપર, 22 વીઆઇપી લાઉન્જ, 11 કોબીન, સાથે સાથે 70 કાર, 50 બાઇક, 25 આઇશર અને 55 ટ્રકના પરિવહન જંગી ક્ષમતા છે. બીજી તરફ વોએજ સિમ્ફની 316 એક્ઝિક્યુટિવ, 78 બિઝનેસ, 14 વીઆઇપી લાઉન્જ, 95 કાર, 50 બાઇક, 30 ટ્રકના પરિવહનની ક્ષમતા ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details