- 16મી ડિસેમ્બરનાં રોજ બદલી, પરંતુ એક મહિના સુધી છૂટા ન કર્યા
- PSI વનારનાં રાઇટર શંભુએ કેસનાં કાગળો પાણીમાં ફેંકી રતિલાલ પાસે ઉંચકાવ્યા હતા
- સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી ધરમપુર ટ્રાન્સફર થતા તેમને મોટી રાહત મળે તેમ હતી
16મી ડિસેમ્બરના રોજ ASI રતીલાલની બદલી ધરમપુર થઈ હતી, PSI રાજદીપ સિંહ વનારે એક મહિના સુધી છુટા કર્યા નહિ :પરિવારના આક્ષેપો
ભીલાડ પોલીસ મથકનાં ASI રતિલાલ ગામિત આપઘાત પ્રકરણમાં પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, રતિલાલની ટ્રાન્સફર 16મી ડિસેમ્બરનાં રોજ ધરમપુર ખાતે કરવામાં આવી હતી. તેમ છતાં PSI વનારે બદલીનાં ઓર્ડરને મહત્વ ન આપીને રતિલાલને 1 મહિના સુધી છૂટા કર્યા ન હતા.
સુરત: ભીલાડ પોલીસ મથકનાં ASI રતિલાલ ગામિત આપઘાત પ્રકરણમાં વધુ એક ખુલાસો સામે આવી રહ્યો છે. પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, રતિલાલની ટ્રાન્સફર 16મી ડિસેમ્બરનાં રોજ ધરમપુર ખાતે કરવામાં આવી હતી. પરંતુ PSI રાજદીપ સિંહ વનાર દ્વારા તેમને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા ન હતા. પરિવારે કહ્યું છે કે, બદલીનાં ઓર્ડરની કોપી વાંચતા SP વલસાડ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ ની બદલી વાળી જગ્યા પર તાત્કાલિક અસરથી છુટા કરી આ અંગેની રિપોર્ટ કરવાનો રહેશે. તેમ છતાં PSI વનારે પોતાના ઉચ્ચ અધિકારીનાં ઓર્ડરને મહત્વ ન આપીને રતિલાલને 1 મહિના સુધી છૂટા કર્યા નહોતા.
PSI વનારનાં ત્રાસથી રતિલાલે ઝેરી દવા પીધી હતી
ASI રતિલાલનાં ચકચારી આપઘાત પ્રકરણમાં પરિવાર દ્વારા એક બાદ એક જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. અગાઉ ASI રતિલાલનાં પત્ની હંસાબેને આરોપ લગાવ્યા હતા કે, તેમના પતિને પોલીસ મથકના PSI રાજદીપસિંહ વનાર દ્વારા એટલી હદે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો કે, તેમણે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું. આ બાબતે પરિવારનાં સભ્યો સુરત રેન્જ આઇ.જી રાજકુમાર પાંડ્યનને મળ્યા હતા. જ્યારબાદ તાત્કાલિક અસરથી PSI રાજદિપસિંહ વનારની બદલી કરી દેવામાં આવી હતી.