- ASI મહાદેવ કિશનની અમરેલી જિલ્લામાં બદલી કરાઇ
- LCBના હેડકોન્સ્ટેબલ દીપેશ મૈસૂરિયાની કચ્છ પશ્ચિમમાં બદલી
- બન્ને હાલ લાંચ કેસમાં લાજપોર જેલમાં બંધ છે
સુરત : ગત 5મી ફેબ્રુઆરીના રોજ બાયો ડીઝલનો ધંધો કરનારા પાસેથી 2.50 લાખ રૂપિયાની લાંચ માંગનારા સુરત રેન્જ IG કચેરીના ASI અને LCBના હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે. જો કે બન્ને હાલ લાજપોર જેલમાં છે.
આ પણ વાંચો -સુરતમાં પોલીસ કર્મચારી 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
2.50 લાખની લાંચ લેતા અમદાવાદ LCBના હાથે ઝડયાયા હતા
અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગત 5મી ફેબ્રુઆરીના રોજ સુરત રેન્જ IG કચેરીના ઓપરેશન ગૃપમાં ફરજ બજાવતા ASI મહાદેવ કિશનરાવ અને ખાનગી વ્યક્તિ વિપુલ અશોકભાઈને બાયો ડીઝલના વેપારી પાસેથી રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે બે લાખની માંગણી કરનારા LCBના હેડ કોન્સ્ટેબલ દીપેશ મૈસૂરિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -એક લાખની લાંચ માગનાર હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય એક ખાનગી વ્યક્તિ ACBના સકંજામાં