ગુજરાત

gujarat

ETV Bharat / city

સટ્ટો અને જુગાર રમવા દેવા માટે 50 હજારની લાંચ માગી, ACBએ ઝડપી લીધો - ACB

PCB પોલીસ શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિઓને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે.

SURAT
આકડા તથા સટ્ટાનો ધંઘો કરવા દેવા 50 હજાર લાંચ માંગી અને ACB એ ઝડપી પાડ્યો

By

Published : Mar 14, 2020, 11:18 PM IST

સુરત: શહેરમાં આરોપી હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ વસંતરાવ સિંમ્પી સહિત ત્રણની ધરપકડ કરાઈ છે. પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ શાખામાં ફરજ બજાવતા ચેતન શિમ્પી સહિત ત્રણ લોકોને ACBએ ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય વ્યક્તિ પ્રફુલભાઈ રમેશભાઈ ઠાકોર અને પ્રમોદકુમાર શંકર રાવતની પણ આ બાબતે ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ ઉન વિસ્તારમાં આંકડા તથા સટ્ટાનો જુગાર રમવા દેવા લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ આંકડા અને સટ્ટાનો ધંઘો ચાલુ ન કર્યો હોવા છતાં પોલીસ કોન્સ્ટેબલ ચેતન શિમ્પીએ ગાળો બોલીને ધમકી આપી હતી. અવાર નવાર લાંચ પેટેના નાણાની માંગણી કરાતા આખરે ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details