ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: દસ્તાન ફાટક પાસે બે બસ વચ્ચે અકસ્માત, 20થી વધુ પ્રવાસીઓને ઇજા - બે બસ વચ્ચે અકસ્માત

સુરત બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા 20 જેટલા પ્રવાસીઓને ઇજા પહોંચી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત: દસ્તાન ફાટક પાસે બે બસ વચ્ચે અકસ્માત, 20થી વધુ પ્રવાસીઓને ઇજા
સુરત: દસ્તાન ફાટક પાસે બે બસ વચ્ચે અકસ્માત, 20થી વધુ પ્રવાસીઓને ઇજા

By

Published : Nov 18, 2020, 12:51 PM IST

  • બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બે બસ વચ્ચે અકસ્માત
  • 20 જેટલા પ્રવાસીઓને ઇજા પહોંચી
  • પોલીસે સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી
  • ઇજાગ્રસ્તોને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

બારડોલી: સુરત અને બારડોલી રોડ પર દસ્તાન રેલવે ફાટક પાસે બે બસ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 20 પ્રવાસીઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત: દસ્તાન ફાટક પાસે બે બસ વચ્ચે અકસ્માત, 20થી વધુ પ્રવાસીઓને ઇજા

બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બે બસ વચ્ચે અકસ્માત

આ અંગે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રથી પ્રવાસીઓ ભરીને સુરત તરફ આવી રહેલી એક લકઝરી બસ બારડોલી સુરત રોડ પર દસ્તાન ફાટક નજીક બુધવારે સવારે સામેથી આવતી લકઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને બસોનો આગળના ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. બસમાં સવાર પ્રવાસીઓની મરણચીસો સાંભળી આસપાસના ગ્રામજનો અને વાહન ચાલકોએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત પ્રવાસીઓને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાહતા. પલસાણા પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કારને બચાવવા જતા સર્જાયો અકસ્માત હતો.

દસ્તાન ફાટક પાસે પાલીતાણાથી નિઝર તરફ જઈ રહેલી અને મહારાષ્ટ્રના આકોલાથી સુરત આવી રહેલી લકઝરી બસ સામે અથડાય હતી. જેમાં એક બસ ચાલકે સામેથી આવતી કારને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બસ સામેથી આવતી અન્ય લકઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details