ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપને લડત આપવા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે, 6 કિમીનો રોડ શૉ યોજશે

સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મેળવતા આમ આદમી પાર્ટી ગેલમાં આવી ગઈ છે. આ જ કારણ છે કે પાર્ટીના વડા એવા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 26મી ફેબ્રુઆરીના રોજ સુરતની મુલાકાતે છે. તેમના કાર્યક્રમની જાણકારી પ્રદેશ સંગઠન પ્રધાન મનોજ સોરઠીયા આપી હતી. અરવિંદ કેજરીવાલ સુરતમાં સામાજિક અને રાજકીય આગેવાનોની મુલાકાત લેશે અને રોડ શોમાં પણ જોડાશે. છ કિલોમીટર સુધીના રોડ શોમાં પાટીદાર વિસ્તારોને આવરી લેવામાં આવ્યાં છે. આ તે જ વિસ્તાર છે, જ્યાંથી તમામ આદમી પાર્ટીના ઉમેદવારો વિજયી થયાં છે.

હવે તો વિધાનસભામાં ભાજપને લડવા જોશમાં અરવિંદ કેજરીવાલ, 26મીએ સુરતમાં 6 કિમીનો રોડ શો
હવે તો વિધાનસભામાં ભાજપને લડવા જોશમાં અરવિંદ કેજરીવાલ, 26મીએ સુરતમાં 6 કિમીનો રોડ શો

By

Published : Feb 25, 2021, 7:32 PM IST

  • અરવિંદ કેજરીવાલ 26 તારીખે સુરતમાં
  • આપના પદાધિકારીઓ એરપોર્ટ પર કરશે સ્વાગત
  • સામાજિક અને રાજકીય આગેવાનો સાથે કરશે મુલાકાત

સુરતઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સુરત પ્રવાસની વિગતની વાત કરવામાં આવે તો સવારે 08:00 તેઓ સુરત એરપોર્ટ પર આગમન થશે. જ્યાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાશે. ત્યારબાદ એરપોર્ટથી સર્કિટ હાઉસ જશે જ્યાં અગત્યના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત યોજાશે. બપોરે 3:00 સુરતના વરાછા મીની બજાર માનગઢ ચોકથી રોડ શોમાં જોડાશે.

રોડ-શો રૂટ

પ્રથમ મીની બજારથી હીરાબાગ અને ત્યારબાદ રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા થઈ રોડ શોની પુર્ણાહૂતિ સરથાણા જકાતનાકા થશે. રોડ શો બાદ સરથાણા ખાતે જે તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી તે જ સ્થળે અરવિંદ કેજરીવાલ જનસભાને સંબોધશે.

કેજરીવાલના કાર્યક્રમની જાણકારી પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ આપી હતી
આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓમાં લાગી ગઈમનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, હવે આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ પર લાગી ગઈ છે. જેના આગાઝ માટે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરત આવી રહ્યાં છે. સુરતમાં તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મનોજે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ તેમના નવા કોર્પોરેટરને તોડવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે જેની જાણકારી નગરસેવકોએ આમ આદમી પાર્ટીના નેતાઓને આપી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પાસના કન્વીનરને મહત્વ આપી રહ્યાં નથી

પાટીદાર મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીતની પાછળ ક્યાંકને ક્યાંક પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા છે, પાસના કન્વીનરો કોંગ્રેસથી નારાજ હતાં અને તેઓનો અસલી ચહેરો પણ સામે આવી ગયો હતો. જેથી પાસના કન્વીનર આપના ચૂંટણી કાર્યાલય સુધી પણ પહોંચ્યાં હતાં. તેમ છતાં જીત્યાં બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પાસના કન્વીનરને મહત્વ આપી રહ્યાં નથી અને પોતાની જીતને તમામ સમાજના લોકોની જીત ગણાવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details