- સુરતના આર્ટિસ્ટે તૈયાર કરી નીરજની રંગોળી
- નીરજની સિદ્ધીને બિરદાવવા બનાવાઈ રંગોળી
- 10 કલાકમાં બનાવાઈ 5.5 બાય 8.5 ફૂટની રંગોળી
સુરત: ઓલિમ્પિક્સ જેવેલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપરાએ લોકોના દીલ જીત્યા છે. લોકો પોતપોતાની રીતે નીરજ પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે, ત્યારે સુરત ખાતે 47 વર્ષીય રંગોળી આર્ટિસ્ટ દ્વારા તેમની આ સિદ્ધિને બિરદાવવા માટે ખાસ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી જોતા લાગશે કે, નીરજ આંખની સામે જેવેલીન થ્રો કરી રહ્યો છે.
જેવેલીન થ્રોની ઐતિહાસિક મોમેન્ટની રંગોળી
જે રમતને લોકો આજ દિન સુધી ઓળખતા ન હતા, તે જ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતીય સેનાના જવાન અને એથલિટ નીરવ ચોપરાએ ટોક્યોમાં જે કમાલ કરી છે તેને દેશના પ્રત્યેક નાગરિક બિરદાવી રહ્યા છે. આઠ વર્ષ પછી ભારતને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપરાની વાહ વાહી થઇ રહી છે. 121 વર્ષમાં પહેલી વખત એથલેટિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. લોકો પોતપોતાની રીતે નીરજને અભિનંદન આપવા ઈચ્છે છે. સુરતના 47 વર્ષીય રંગોળી આર્ટિસ્ટ અખ્તર ટેલર દ્વારા નીરજના આભાર માટે ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓલિમ્પિક સમયે જ્યારે તે જેવેલિન ફેંકીને ગોલ્ડ મેડલ માટે દાવેદારી કરી રહ્યો હતો ત્યારની ઐતિહાસિક મોમેન્ટ આ રંગોળીમાં કંડારવામાં આવી છે.