સુરત સાઇબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ મુંબઈ થાણેનો રહેવાસી અમિત ઉર્ફે સોનુ તારાચંદ ભાટિયાએ સુરતમાં રહેતી યુવતીને ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલ કરતો હતો. આ ઉપરાંત યુવતીના ફોટો અને બીભત્સ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપતો હતો.
યુવતીને સોશિયલ મીડિયા પર બ્લેકમેલ કરનાર આરોપીની મુંબઇથી ધરપકડ
સુરત: યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલ કરતા આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે મુંબઇથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Surat
યુવતીને ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા હતી. જે બંનેના ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તે યુવકને છોડી દેવાનું કહેતો હતો. એટલું જ નહીં યુવતીની મોટી બહેનના ફોટો પણ વાયરલ કરવાની ધમકી આપતા આખરે યુવતીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની સાયબર ટીમે આરોપીને મુંબઇથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.