ગુજરાત

gujarat

Arrest of sandal thief : રક્ત ચંદનની ચોરીના નાસતો ફરતો આરોપી સુરતથી ઝડપાયો, જાણો અધધ ચંદન ચોરીનો કેસ

By

Published : Apr 30, 2022, 9:15 PM IST

સુરત ક્રાઇમ બ્રાંચે (Surat Crime Branch) બાતમીના આધારે શહેરમાં ફરી રહેલા ચંદનચોરને (Arrest of sandal thief) ઝડપી લીધો હતો.તેના પર કેટલા કરોડની ચંદન ચોરીનો ગુનો છે તે વિશે વધુ વાંચો અહેવાલમાં.

Arrest of sandal thief : રક્ત ચંદનની ચોરીના નાસતો ફરતો આરોપી સુરતથી ઝડપાયો, જાણો અધધ ચંદન ચોરીનો કેસ
Arrest of sandal thief : રક્ત ચંદનની ચોરીના નાસતો ફરતો આરોપી સુરતથી ઝડપાયો, જાણો અધધ ચંદન ચોરીનો કેસ

સુરત : મહારાષ્ટ્ર નાર્લાની વાડી ખાતે 1.88 કરોડના રક્ત ચંદનની થયેલી તસ્કરીના કેસમાં (1.88 crore Sandalwood smuggling case)છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે (Surat Crime Branch)સુરતમાંથી ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી (Arrest of sandal thief )વર્ષ 2015માં પણ રક્ત ચંદનની તસ્કરીમાં પકડાયો હતો.

આ પણ વાંચો- ગુજરાતમાં ચંદન ચોર થયા સક્રિય, જાણો ક્યાંથી ઉઠાવ્યાં વૃક્ષ

બાતમીના આધારે ઝડપાયો- સુરત ક્રાઈમ બ્રાંચની (Surat Crime Branch) ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન માહિતી મળી હતી કે મહારાષ્ટ્ર નાર્લાની વાડી ખાતે 1.88 કરોડના રક્ત ચંદનની થયેલી તસ્કરી કેસમાં (1.88 crore Sandalwood smuggling case)સંડોવાયેલો આરોપી સુરત શહેરમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી અઠવાલાઈન્સ પાસેથી આરોપી અફઝલ ઉસ્માન મેમણને ઝડપી (Arrest of sandal thief) પાડ્યો હતો.

પૂછપરછમાં કઢાવી માહિતી- પોલીસે આરોપીની(Arrest of sandal thief) કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2020 સપ્ટેમ્બર મહિનામાં રાયગઢ જિલ્લા એલ.સી.બી.ને મહારાષ્ટ્ર નાર્લાની વાડી ખાતેથી ચોરી કરેલા રક્ત ચંદન સંતાડી રાખેલા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના માણસોને સાથે રાખી રેડ કરતા ત્યાંથી 1.88 કરોડના રક્ત ચંદનનો (1.88 crore Sandalwood smuggling case)મુદામાલ કબજે કર્યો હતો. ચોરી કરેલા રક્ત ચંદન આરોપીઓ બેંગ્લોર તથા હૈદરાબાદ ખાતે વેચાણ અર્થે મોકલવાના જ હતાં, તે દરમ્યાન રાયગઢ જિલ્લા એલ.સી.બી. તથા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની રેડ પડી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં પણ 'પુષ્પા': ચંદન ચોરી શખ્સો થયાં રફૂચક્કર, આ રીતે આપ્યો ઘટનાને અંજામ

2015માં પણરક્ત ચંદનની તસ્કરીના ગુનામાં પકડાયો હતો- આ કેસમાં હાલમાં ઝડપાયેલા આરોપીને (Arrest of sandal thief) વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને તે છેલ્લા દોઢ વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. એટલું જ નહી. આરોપી વર્ષ 2015માં પણ રક્ત ચંદનની તસ્કરીના ગુનામાં પકડાયો હતો. હાલ ડીસીબી પોલીસે તેની ધરપકડ કરી તેનો કબજો મહારાષ્ટ્ર નેરોલ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details