- સુરતમાં રેમડેસીવીર ઇનજેક્શનની કાળા બજારી કરતી મહિલા ઝડપાઈ
- ઉંચા ભાવે વેચતી હતી મહિલા ઇન્જેક્શન
- પોલીસે રૂપિયા 83419નો માલ કબજે કર્યો
સુરત: કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વચ્ચે ઇન્જેક્શન કાળા બજાર કરનારાઓ બેફામ બન્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી બાદ અડાજણ ડી માર્ટ પાસે હિતેશ રેતીવાલા નામનો વ્યક્તિ તેની પત્ની સાથે મળીને કોરોનાના દર્દીને આપતા રેમડેસીવીર ઇન્જેક્શન પોતાની પાસે ગેરકાયદેસર રાખી કાળા બજારમાં બજાર કિંમત કરતા ઊંચી કિંમતે વેચી રહ્યા છે આ જાણકારી ક્રાઇમ બ્રાન્ચે બાદ એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો.