- સુરતમાં ચકચારી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં આરોપીની ધરપકડ
- પોલીસે સામાન્ય કલમ લગાવી આરોપીને છોડી મુક્યો હતો
- કોર્ટે મંજૂરી આપતા આરોપી સામે ગંભીર ગુનો દાખલ કરાયો
આ પણ વાંચોઃડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અતુલ વેકરીયા અકસ્માત બનાવમાં PI અને PSI ને સસ્પેન્ડ કરવાની માંગણી
સુરતઃ શહેરમાં દારૂનો નશો કરી પોતાની લક્ઝુરિયસ કારમાં એક યુવતીને કચડીને ફરાર થનારા આરોપી અતુલ વેકરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની માહિતી પોલીસ કમિશનર અજય તોમરે આપી હતી. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં જ્યારે આ ઘટના બની હતી ત્યારે પોલીસે આરોપીની સામે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી તેને જવાની તક આપી હતી, પરંતુ ભારે વિરોધ અને સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ થતા પોલીસે આખરે આરોપી અતુલ વેકરીયા સામે 304ની કલમ હેઠળ ગુનો નોંધવા કોર્ટ પાસે મંજૂરી માગી હતી. કોર્ટે મંજૂરી આપી દેવાતા આરોપી સામે ગુનો દાખલ કરાયો છે.