ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ડાયમંડ વર્કસ યુનિયન દ્વારા અમૃતમ-આયુષ્માન યોજનામાં કોરોના વાઇરસનો સમાવેશ થાય તેવી માગ - dimond workers union

સુરત ડાયમંડ વર્કસ યુનિયન દ્વારા અમૃતમ યોજના અને આયુષ્માન યોજનામાં કોરોના વાઇરસ રોગનો સમાવેશ કરવામાં આવે, બાબતે કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવે તેવી અપીલ આવેદન આપી કરવામાં આવી હતી.

અમૃતમ-આયુષ્માન યોજનામાં કોરોના વાઇરસનો સમાવેશ થાય તેવી માગ
અમૃતમ-આયુષ્માન યોજનામાં કોરોના વાઇરસનો સમાવેશ થાય તેવી માગ

By

Published : Apr 15, 2021, 4:18 PM IST

  • ડાયમંડ વર્કર યુનિયનના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત
  • મધ્યમ વર્ગના વેપાર-ધંધા વધુ ચાલતા નથી
  • લોકોને લાખો રૂપિયાના હોસ્પિટલના બીલ ચૂકવવા પડે છે

સુરતઃડાયમંડ વર્કસ યુનિયન દ્વારા હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજનામાં કોરોના વાઇરસ રોગનો સમાવેશ કરવામાં આવે, તેવી બાબતને લઈને કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલને રજૂઆત કરવા માટે ડાયમંડ વર્કર યુનિયનના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

અમૃતમ-આયુષ્માન યોજનામાં કોરોના વાઇરસનો સમાવેશ થાય તેવી માગ

આ પણ વાંચોઃડાયમંડ કિંગ સવજી ધોળકિયા અનુસાર એક મહિનાના લોકડાઉનની જરૂર

પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર ખૂબ મોંઘી છે

સુરત ડાયમંડ વર્કસ યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકો કોરોના વાઇરસની સારવાર સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં પુરતી જગ્યા ના હોવાના કારણે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર લેવા મજબુર બન્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર ખૂબ મોંઘી છે. આજ બાબતે અમે કલેકટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલને રજૂઆત કરવા માટે આવ્યા હતા.

આ પણ વાંચોઃસુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને થતી હેરાનગતિ

હાલ કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે

સુરત ડાયમંડ વર્કસ યુનિયનના પ્રેસિડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગના વેપાર-ધંધા વધુ ચાલતા નથી અને હાલ પ્રાઇવેટ-સરકારી હોસ્પિટલ્સ પણ ફૂલ છે. પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં સારવાર રહેલા મધ્યમ વર્ગના નાના વેપારીઓ, લોકોને લાખો રૂપિયાનું હોસ્પિટલનું બીલ ચૂકવવું પડે છે. ત્યારે ગુજરાત સરકારની વત્સલ્ય કાર્ડ યોજના, અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કોરોના વાઇરસનો સમાવેશ કરવામાં આવે, એ માટે અમે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલને અમે આવેદન આપવા આવ્યા છીએ કે, લાખો રૂપિયાના બીલ આવે છે, તો આ સરકારી યોજનામાં સમાવેશ કરવામાં આવે તો, તમામ મધ્યવર્ગને એનો ઘણો મોટો ફાયદો થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details