પાલિકાના ડેપ્યુટી કમ્પ્યુટર કેતન પટેલ અને ડેપ્યુટી કમિશનર સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી છે. બંને અધિકારીઓ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13 (1) મુજબ તપાસની પણ માંગણી કરવામાં આવી છે.
સુરત અગ્નિકાંડમાં માત્ર નાના અધિકારીઓ સામે એક્શન, ઉચ્ચ અધિકારીઓનું શું ? - gujarat
સુરતઃ શહેરમાં તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડ મામલે ફરિયાદમાં માત્ર નાના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થતા લોકોમાં નારાજગી પ્રસરી છે. ઉચ્ચ અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ થાય તેવી માગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે.
તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ મુદ્દે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર
જો 48 કલાકમાં બંને અધિકારીઓ સામે ફરિયાદ દાખલ ન થઈ તો કલેક્ટર કચેરી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે અનશન કરવામાં આવશે.