ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત RTE પ્રક્રિયા શરૂ કરવા વાલી મંડળ દ્વારા DEO વતી શિક્ષણ પ્રધાનને રજૂઆત - surat news

સુરતમાં RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી શિક્ષણ પ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. ગરીબ પરિવારના બાળકો RTE પ્રવેશથી વંચિત ન રહી જાય વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી છે.

RTE એડમિશન પ્રક્રિયા શરૂ કરવા કરી રજૂઆત
RTE એડમિશન પ્રક્રિયા શરૂ કરવા કરી રજૂઆત

By

Published : Jun 1, 2021, 12:33 PM IST

  • RTE યોજના શરૂઆત હજુ પણ થઇ નથી
  • RTE એડમિશન પ્રક્રિયા શરૂ કરવા કરી રજૂઆત
  • વાલી મંડળના સભ્ય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી વતી શિક્ષણ પ્રધાનને રજૂઆત

સુરત:ગરીબ અને માધ્યમ વર્ગના નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં મફત અને ફરજિયાત ધોરણ-1માં 25 ટકા RTE મુજબ આપવા આવે છે. જેથી બાળક ધોરણ 1થી 8 ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવે છે. પ્રવેશ પ્રક્રિયા દર વર્ષ એપ્રિલ-મે મહિનામાં શરૂ થઈ જતી હોય છે. મે મહિના વિતી જવા છતાં હજુ સુધી RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતાં આજરોજ વાલીમંડળના સભ્ય ઉમેશ પંચાલ દ્વારા શિક્ષણ જિલ્લા અધિકારી વતી શિક્ષણ પ્રધાનને આવેદનપત્ર પાઠવી RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી હતી.

વાલી મંડળના સભ્ય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી વતી શિક્ષણ પ્રધાનને રજૂઆત

આ પણ વાંચો:વડોદરાઃ લોક સરકાર દ્વારા RTE પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓને પડતી મુશ્કેલીને લઈ રજૂઆત કરવામાં આવી

ગરીબ પરિવારના બાળકો પ્રવેશથી વંચિત રહી જાય

વાલીમંડળ સભ્ય ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, વર્ષ 2021-2022ની શિક્ષણ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઘણી શાળાઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂઆત પણ કરી દીધી છે, પરંતુ RTE યોજના શરૂઆત હજુ પણ થઇ નથી. ગરીબ પરિવારના બાળકો જે પ્રવેશથી વંચિત રહી જાય છે. જેથી અભ્યાસમાં મુશ્કેલીઓ પડે છે.

આ પણ વાંચો: વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ RTE પ્રવેશ પ્રક્રિયા સહિત પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ

આવેદનપત્ર આપી શિક્ષણ પ્રધાનને રજૂઆત કરવામાં આવી

આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી શિક્ષણ પ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. ગરીબ પરિવારના બાળકો RTE પ્રવેશથી વંચિત ન રહી જાય અમોને એવું જણાવવામાં આવ્યું છે કે, કોરોના કાળ લીધે પ્રવેશ પ્રક્રિયા અટકી છે, પરંતુ RTEની પ્રક્રિયા ઓનલાઇન રહેતી હોય છે. કોરોનાનું કોઈ કારણ બને એમ નથી. અમે DEOને શિક્ષણ પ્રધાને વહેલી તકે રજૂઆત કરવામાં આવે. જેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય એવી માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details