ગુજરાત

gujarat

ETV Bharat / city

હીરા ઉદ્યોગપતિની કંપનીના કારણે iphone નો સ્પેરપાર્ટ સુરતમાં બનશે, એપલ ટેન્ડર મેળવવામાં બાજી મારી - એપલ ટેન્ડર

એપલ મોબાઇલમાં ઉપયોગમાં થતા સ્પેરપાર્ટ હવે સુરતમાં ( apple iphone parts made in surat ) બનશે. સુરતના એક હીરા ઉદ્યોગપતિ કે જેમની એન્જિનિયરિંગ કંપની પણ છે તેઓએ એપલ કોર્પોરેશન સાથે 1000 કરોડ રૂપિયાનો એમઓયુ ( iphone spare parts manufacturers in india ) સાઇન કર્યા છે. ટૂંક સમયમાં iphoneના પાર્ટ્સનું પ્રોડક્શન સુરતમાં શરૂ થઈ જશે.

હીરા ઉદ્યોગપતિની કંપનીના કારણે iphone નો સ્પેરપાર્ટ સુરતમાં બનશે, એપલ ટેન્ડર મેળવવામાં બાજી મારી
હીરા ઉદ્યોગપતિની કંપનીના કારણે iphone નો સ્પેરપાર્ટ સુરતમાં બનશે, એપલ ટેન્ડર મેળવવામાં બાજી મારી

By

Published : Oct 11, 2022, 6:39 PM IST

સુરત વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ એક એન્જિનિયરિંગ કંપનીના માલિકે એપલ કોર્પોરેશન સાથે 1000 કરોડ રૂપિયાના એમઓયુ સાઇન ( iphone spare parts manufacturers in india ) કર્યા છે. હાલમાં જ એપલદ્વારા સ્પેરપાર્ટસના મેન્યુફેક્ચરિંગ માટે ગ્લોબલ ટેન્ડર ( Apple Tender ) બહાર પાડવામાં આવ્યું હતું. એપલ સ્પેરપાર્ટસના મેન્યુફેક્ચરિંગ ગ્લોબલ ટેન્ડર મેળવવા માટે વિશ્વની અલગ અલગ કંપનીઓએ ટેન્ડર પણ ભર્યું હતું. પરંતુ સુરતની એન્જિનિયરિંગ કંપની આ ટેન્ડરના માપદંડ મુજબ યોગ્ય માનવામાં આવી હતી અને હાલે એપલ દ્વારા સુરતની આ કંપની સાથે એમઓયુ કરવામાં ( apple iphone parts made in surat ) આવ્યા છે.

હીરા ઉદ્યોગપતિની છે એન્જિનિયરિંગ કંપનીએપલ ટેન્ડર મેળવનાર કંપની ડાયમંડ બિઝનેસમાં પણ છે. સુરતના કતારગામ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિની એન્જિનિયરિંગ કંપની સાથે એપલ કોર્પોરેશનએ કરાર ( iphone spare parts manufacturers in india )કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે એપલ કોર્પોરેશન એરપોર્ટનું પ્રોડક્શન કરવા માટે ભારતમાં રુચિ બતાવી રહી છે. પહેલા iphone 14 મોડલ નું ઉત્પાદન ભારતમાં શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. એપલ કોર્પોરેશન એ જે ટેન્ડર ( Apple Tender ) ભરવા માટે જાહેરાત કરી હતી તેમાં વિશ્વના અનેક એન્જિનિયરિંગ કંપનીઓએ પોતાની રુચિ બતાવી હતી પરંતુ સુરતની આ કંપનીએ બાજી મારી ( apple iphone parts made in surat ) છે હવે ટૂંક સમયમાં એન્જિનિયરિંગ કંપની દ્વારા પ્રોડક્શન ( Manufacture of Apple AirPods and Beats headphones ) શરૂ કરી દેવામાં આવશે.

શું બનાવશે સુરતઆપને જણાવીએ કે એપલ આઈ ફોનના પાર્ટ્સ ચીની કંપની દ્વારા બનાવાતાં હતાં. તેમ જ થોડોક સમય હરિયાણાના ગુડગાવની કંપનીમાં પણ ચાઈનીઝ કંપનીનાં જોડાણ સાથે બનતાં હતાં. હીરા ઉદ્યોગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ મહિના ચાલેલી ટેન્ડર પ્રક્રિયામાં જે કંપનીઓ ક્વોલિફાઇ થઈ ( iphone spare parts manufacturers in india ) હતી. એમાં સુરતની કંપની પણ સમાવેશ પામી આખરી પ્રક્રિયામાં ટેન્ડર ( Apple Tender ) મેળવવા સફળ રહી છે. આ કંપની એપલના પાર્ટ્સ જેવા કે સ્ક્રીન સ્પેર ટૂલ્સ, સ્માર્ટ ફોન રિપેર ટૂલ્સ, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ટૂલ્સ, ફોન ટૂલ્સ કિટ્સ સહિતની ( Manufacture of Apple AirPods and Beats headphones ) વસ્તુઓ બનાવશે.

ABOUT THE AUTHOR

...view details