ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક - સમગ્ર ઘટના CCTV માં થઇ કેદ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન સચીન જી.આઈ.ડી.સી રોડ ઉપર આવેલ નાયરા કંપનીના પેટ્રોલપંપ ઉપર લુખ્ખા તત્વો દ્વારા આતંક(Terror caused by anti social elements at petrol pumps) મચાવી પેટ્રોલપંપના કર્મચારીઓને માર મારી પેટ્રોલ પંપ સળગાવાનો પ્રયાસ(Attempt to burn petrol pump in Surat) કર્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

By

Published : Jan 23, 2022, 5:05 PM IST

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન સચીન જી.આઈ.ડી.સી રોડ ઉપર આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપર ગતરાત્રે અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ ભરાવવા બાબતે કોઈ વાતે બોલાચાલી(Terror caused by anti social elements at petrol pumps) થયા બાદ પેટ્રોલ પંપના કર્મચારીને માર મારી પેટ્રોલ પંપ દીવાસળીથી સળગાવવાનો પ્રયત્ન(Attempt to burn petrol pump in Surat) કર્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

સમગ્ર ઘટના CCTV માં થઇ કેદ

લુખા તત્વોનો આંતક પંપ પર લાગેલ CCTV માં કેદ થયો(whole incident was captured on CCTV) હતો. ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઈ રીતે આ અસામાજિક તત્વો પેટ્રોલ ભરાવા આવે છે અને કર્મચારી જોડે કોઈ વાતે બોલાચાલી થયા બાદ તમાચો પણ મારવામાં આવે છે, પરંતુ ત્યારબાદ અસામાજિક તત્વો દ્વારા દીવાસળી વડે પેટ્રોલ પંપને આગ લગાડવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. અન્ય પેટ્રોલ પંપનો કર્મચારી આવી તેમને હાથ જોડી સમજાવીને રવાના કરે છે. આ બાબતે નાયરા પેટ્રોલ પંપના મેનેજર દ્વારા સીસીટીવી ફૂટેજ લઇ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતે પાંડેસરા પોલીસે ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો : ઓછું પેટ્રોલ આપતા હોવાની ફરિયાદ મળતા પ્રધાન જાતે જ તપાસ કરવા પહોંચ્યા, ખાતરી થતા પેટ્રોલ પંપ સીલ કરાવ્યું

આ પણ વાંચો : Petrol Pump Federation: રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ દર ગુરુવારે નહીં ખરીદે પેટ્રોલ

ABOUT THE AUTHOR

...view details