સુરતરાજ્યભરમાં માલધારી સમાજ પશુ નિયંત્રણ બિલનો ( gujarat cattle control bill) વિરોધ કરી રહ્યો છે. અગાઉ તેમણે (gujarat maldhari) આ બિલના વિરોધમાં 21 સપ્ટેમ્બરે દૂધનું વિતરણ બંધ રાખવાની પણ જાહેરાત કરી હતી. ત્યારે સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. અહીં સુમૂલ ડેરી દૂધ લઈને આવી રહી હતી. ત્યારે અસામાજિક તત્વોએ ટ્રકમાં (anti social elements) તોડફોડ કરીને કેનમાં પડેલા દૂધને રસ્તા પર ફેંકી દીધા હતા.
પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો માલધારી સમાજે (maldhari samaj news) દૂધ વિતરણ નહીં થવાની જાહેરાત કરતા સુરતમાં મોડી સાંજે દૂધ લેવા માટે ડેરીઓ આગળ લોકોની લાઈન જોવા મળી હતી. જોકે, સુમૂલ ડેરીમાં ભીડ વધતા મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તો શહેરના ચોક બજાર વિસ્તારમાં (chowk bazar surat) કેટલાક અમાસાજિક તત્વોએ સુમૂલ ડેરીના ટેમ્પામાં રહેલા દૂધના ક્રેનને રસ્તા પર ફેંકી દીધા હતા.
અસામાજિક તત્વોએ આપી ધમકી ચોકબજાર હોપ પૂલ (chowk bazar surat) પાસે ટેમ્પો આવી રહ્યો હતો. તેને અસામાજિક તત્વોએ (anti social elements ) અટકાવ્યો હતો. ત્યારબાદ તેમણે કેટલાક ટેમ્પામાંથી હવા કાઢી નાખી હતી. જ્યારે કેટલાક ટેમ્પોમાં તોડફોડ પણ કરી હતી. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં દૂધનું વેચાણ કરતી કેટલીક ડેરીઓ પર પહોંચીને કેટલાક માથાભારે લોકોએ દૂધ વિતરિત નહીં કરવા ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું હતું.