સુરતકામરેજના (kamrej surat) મોરથાણા ગામમાં ગાડી ઓવરટેક જેવી નજીવી બાબતે 2 પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. અહીંનો એક યુવક બંને પક્ષોને સમજાવવા વચ્ચે પડ્યો હતો. જોકે, તેને આવું કરવું ભારે પડી ગયું હતું. કારણ કે, ઝઘડો કરી રહેલા માથાભારે શખ્સો તેને જ ચપ્પુના ઘા મારી ફરાર (Anti Social Elements attack on youth) થઈ ગયા હતા.
ઝઘડામાં સમાધાન કરાવવું યુવકને પડ્યું ભારે, માથાભારે શખ્સો ચપ્પુના ઘા મારી થયા ફરાર
સુરતમાં કામરેજના (kamrej surat) મોરથાણા ગામમાં 2 પક્ષ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. તે દરમિયાન એક યુવક બંને પક્ષોને સમજાવવા વચ્ચે પડ્યો હતો. ત્યારે માથાભારે શખ્સો તે જ યુવકને ચપ્પુના ઘા મારી ફરાર થઈ (Anti Social Elements attack on youth) ગયા હતા.
ગાડી ઓવરટેક મામલે થયો હતો ઝઘડો જિલ્લાના કામરેજ (kamrej surat) તાલુકાના પરબ ગામનો એક યુવાન પરિવાર સાથે મોરથાણા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અન્ય કારમાં સવાર 4 ઈસમો સાથે ઓવરટેક મામલે માથાકૂટ થઈ હતી. જોત જોતામાં માથાકૂટ ઉગ્ર બનતા મોરથાના ગામનો સ્થાનિક યુવાન બંને પક્ષને સમજાવવા વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન (surat crime news) કારમાં સવાર 4 ઈસમોએ મોરથાણા ગામના યુવાને ઢોર (Anti Social Elements attack on youth) માર્યો હતો. આવેશમાં આવી ચપ્પુના ઘા ઝીંક્યા હતા. યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈઘટનાને લઈને સ્થળ પર ગામ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને (kamrej police station) કરાતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને એક ઈસમને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ ઈસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા. હાલ કામરેજ પોલીસે ઝડપેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી ફરાર ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન (surat crime news) કર્યા છે.