ગુજરાત

gujarat

ETV Bharat / city

વિવિંગ–નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત: પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે - પોલિએસ્ટર સ્પર્ન યાર્ન

પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી (Anti-dumping duty on polyester spurn yarn) નહીં લાગતા વિવિંગ–નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત મળી છે. ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે DGTR દ્વારા ભલામણ થઇ હતી. 18 નવેમ્બર, 2021 ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થઇ, નાણાં મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નહીં.

વિવિંગ–નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત: પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે
વિવિંગ–નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત: પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે

By

Published : Nov 25, 2021, 8:13 PM IST

  • વિવિંગ–નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત
  • પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે
  • ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી અને DGTRના સંયુક્ત ઉપક્રમે તા. 19 ઓગષ્ટ, 2019ના રોજ ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, વિરોધમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફિઆસ્વી દ્વારા ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન પ્રધાન પીયુષ ગોયલ, દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશ્નર રૂપ રાશીને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે (Anti-dumping duty will not be applied on polyester spurn yarn) તેવી રજૂઆત કરવામાં આવી હતી.

વિવિંગ–નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત: પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે

એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે સંદર્ભે પાસાઓ રજૂ કરવામાં આવ્યા

દરમ્યાન તા. 8 નવેમ્બર, 2021ના રોજ નવી દિલ્હી ખાતે ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ દ્વારા એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી મયુર ગોળવાલા તથા DGTRમાં આ અંગે અરજી કરનારા આઠ મેન્યુફેકચરર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર દ્વારા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે સંદર્ભે તમામ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવી નથી

મિટીંગના અંતે ચેમ્બરે, અધિકારીઓ અને એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે અરજી કરનારાઓને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે સહમત કર્યા હતા. તા. 18 નવેમ્બર, 2021ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થતી હતી. કસ્ટમના નિયમ અનુસાર DGTRનું ફાઇનલ ફાઇન્ડીંગ રજૂ થયાના ત્રણ મહિનાની અંદર નાણાં મંત્રાલય દ્વારા કાર્યવાહી કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે, પરંતુ આ સંદર્ભે ત્રણ મહિના વિતિ ગયા બાદ પણ નાણાં મંત્રાલય દ્વારા કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી, એનો સીધો મતલબ એ થાય છે કે, પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવી નથી.

આ પણ વાંચો:PLI સ્કીમનો સૌથી વધુ લાભ સુરત- દક્ષિણ ગુજરાત લઇ શકશે : ચેમ્બર

આ પણ વાંચો:સુરત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં પરિવર્તન પેનલના આઠેય ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ

ABOUT THE AUTHOR

...view details