- સોશિયલ મીડિયામાં મિત્રતા કરવી યુવકને ભારે પડી
- સુરતમાં યુવતીએ યુવક પાસે ખંડણી માંગી
- યુવકને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી
સુરતઃ શહેરના સરથાણા વિસ્તારના એક યુવક દ્વારા સોશિયલ મીડિયા દ્વારા એક યુવતી સાથે મિત્રતા થઇ હતી. ત્યારબાદ આ યુવક અને યુવતી એક બીજાના મોબાઈલ નંબર લઈને વાતચીત કરવાનું ચાલુ કર્યું હતું. પછી ધીમે ધીમે એકબીજા વીડિયો કોલ ઉપર પણ વાત કરતા થઈ ગયા હતા. ગત 14 માર્ચના રોજ આ બન્ને પોતાના ઘરમાં એક રૂમમાં વીડિયો કોલમાં વાત કરતા હતા તે દરમિયાન યુવીતી દ્વારા તમામ હદ પાર કરીને નિર્વસ્ત્ર થઈ હતી. વીડિયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ કરીને થોડા દિવસ પછી આ વીડિયો યુવતી દ્વારા યુવકને મોકલી ધમકી આપી હતી કે તેના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા જમા નહીં કરાવે તો આ વીડિયો તે વાઇરલ કરી દેશે.
આ પણ વાંચોઃ વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા
યુવતીએ પોલીસના નામે ધમકી આપી
યુવતી દ્વારા યુવકને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડશિપ ગ્રુપમાંથી અનફ્રેન્ડ કરીને યુવકને અવાર-નવાર કોલ કરી એક લાખ રૂપિયાની માગણી કરવામાં આવતી હતી. યુવતીને યુવકને જણાવ્યું હતુ કે વહેલી તકે નાણા આપી દે નહિ તો આ વીડિયો તે વાઇરલ કરી નાખશે. તેમ છતાં યુવકે નાણા જમા કરવાની ના પાડી હતી. ત્યારબાદ યુવતી દ્વારા તેના ફોનથી કોઈ જયરાજ નામના વ્યક્તિએ વાત કરતાં એમ જણાવ્યું હતુ કે અમરોલી પોલીસ સ્ટેશનના LCBમાંથી બોલે છે, તારી ઉપર અમદાવાદથી છોકરીના કાકાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં અશ્લિલ વીડિયો વાઇરલ કર્યાનો કેસ નોંધાવ્યો છે. જો તારે સમજાવટ કરવી હોય તો એક લાખ રૂપિયા તેના એકાઉન્ટમાં જમા કરાવી આપ અથવા તે જણાવે ત્યા મોકલી આપ.