- ગ્રામ્યમાં આજે વધુ કોરાનાના 50 પોઝિટિવ કેસ નોંધાયા
- કોરોનાથી વધુ 1 દર્દીનું મોત
- 977 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ
સુરત: ગ્રામ્યમાં આજે કોરાના વાઇરસના 50 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે વધુ 1 દર્દીનું મોત થયું હતુ. જ્યારે વધુ 79 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. હાલ 977 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે.
આ પણ વાંચો:સુરત ગ્રામ્યમાં કોરાના વાઇરસના નવા 274 કેસ નોંધાયા, 288 થયા સ્વસ્થ
કોરાના કેસનો આંક 31,630 પર અને મુત્યુઆંક 470 પર પહોંચી ગયો
ગ્રામ્યમાં કોરાના વાયરસને લઈને રાહતના સમાચાર મળી રહ્યા છે આજે ગ્રામ્યમાં કોરાના ના માત્ર 50 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને વાઇરસના લીધે ઓલપાડમાં 1 મોત નોંધાયું હતુ. જ્યારે આજે 79 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈને સંપૂણ સ્વસ્થ થયા હતા. જ્યારે હાલ 977 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે. હાલ ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,630 પર અને મુત્યુઆંક 470 પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ થયેલ દર્દીઓની સંખ્યા 30,213 પર પહોંચી છે.
આ પણ વાંચો:સુરત ગ્રામ્યમાં રવિવારે 6310 લોકોએ કોરાના રસી લીધી
ચોર્યાસી તાલુકામાં આજે એક પણ કેસ નોંધાયો ન હતો
પહેલી લહેર અને બીજી લહેરમાં ચોર્યાસી તાલુકામાં હાહાકાર મચાવી નાખનારા કોરાનાનો આજે એક પણ કેસ નોંધાયો ન હતો તો સાથે જ ઉમરપાડા તાલુકામા પણ કોરાના કેસ નોંધાયો ન હતો. જ્યારે અન્ય તાલુકોઓની વાત કરીએ તો ઓલપાડ 8, કામરેજ 5, પલસાણા 4, બારડોલી 11, મહુવા 19, માંડવી 1, માંગરોળમાં 2 કેસ નોંધાયા હતા.