- ‘કોવિડ નારી કવચ’ બનાવતી સુરતની અંકિતા ગોયલ
- કેરળની મહિલા નર્સની વ્યથા જાણી એવી પીપીઈ કિટ બનાવવા પ્રેરણા મળી
- અંકિતાની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત‘માં કરી છે
સુરત : કહેવાય છે કે એક મહિલાની પીડા અન્ય મહિલા જ સમજી શકે છે. જ્યારે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યાં હતાં ત્યારે હેલ્થ વર્કરો પીપીઇ કિટ પહેરવાનું ફરજિયાત થઇ ગયું હતું. પરંતુ કેરળની મહિલા નર્સ પોતાની પીપીઈ કિટને લઈ અગવડની સ્થિતિમાં હતી. કારણ કે જમ્પ શૂટ જેવો પીપીઈ સૂટ સાડીમાં પહેરી શકાય એમ નહોતો. જેથી આ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ત્યારે આવી મહિલાઓની સમસ્યા દૂર કરવા સુરતની ફેશન ડિઝાઈનર અંકિતા ગોયલે (Ankita Goyal) ખાસ પીપીઇ કિટ ડિઝાઈન કરી છે. અંકિતાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કિટ (PPE kit to be worn on a saree) ડિઝાઇન કરી છે.
અંકિતાએ આ કિટને ‘Covid Naari kavach’ નામ આપ્યું હતું
અંકિતા દ્વારા તૈયાર આ પીપીઈ સાડી ઉપર પહેરી શકાય (PPE kit to be worn on a saree) છે. જેનેે સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઈ હતી. અંકિતાએ આ કિટને ‘કોવિડ નારી કવચ’ (Covid Naari kavach) નામ આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જે તે વખતે જે પીપીઈ કિટ કોરોના વોરિયર્સને આપવામાં આવતી હતી તે સાડી પર પહેરી શકાય તેમ નહોતી. જ્યારે આપણે ત્યાં આજે પણ મોટાભાગની મહિલાઓ પછી તે મેડિકલ ફિલ્ડમાં પણ જોડાયેલી હોય તો પણ સાડી પહેરતી હોય છે. કેરળ સરકારે કોવિડ કેર સ્ટાફ માટે પીપીઇ કિટ પહેરવા માટે ટી-શર્ટ કે શર્ટ ફરજિયાત કરતાં સાડી પહેરતો મહિલા કોવિડ સ્ટાફ મુશ્કેલીમાં મૂકાયો હતો.