ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં જર્જરિત શોપીંગ મૉલમાં બે દિવસમાં દુકાન ખાલી કરવા SMC દ્વારા અલ્ટિમેટમ અપાયું - Surat

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની દુકાનોને બુધવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા સિલ મારવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક દુકાનો શરૂ હતી તેમને બે દિવસમાં દુકાન ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા આ બિલ્ડિંગનો પેન્ટહાઉસનો ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે ત્યાં રહેતા રેસિડેન્ટ લોકોએ જર્જરીત ઈમારત ખાલી કરાવવા માટે વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી.

જર્જરિત શોપીંગ મૉલમાં બે દિવસમાં દુકાન ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપી દેવાયા
જર્જરિત શોપીંગ મૉલમાં બે દિવસમાં દુકાન ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપી દેવાયા

By

Published : Jul 8, 2020, 6:01 PM IST

સુરતઃ શહેરમાં થોડા સમય પહેલા સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરના એ વિભાગનો પેન્ટહાઉસના ગેલેરીનો ભાગ તૂટી ગયો હતો. જેને કારણે તાત્કાલિક ધોરણે પેન્ટ હાઉસમાં રહેતા પરિવારને ઘર ખાલી કરાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક બિલ્ડિંગમાં રહેતા લોકોએ બિલ્ડીંગ જર્જરિત હોવાનું કહી તેને ખાલી કરાવવા માટે સુરત મહાનગર પાલિકામાં વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદને ધ્યાનમાં રાખીને આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા બુધવારના રોજ બિલ્ડીંગની દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં જર્જરિત શોપીંગ મૉલમાં બે દિવસમાં દુકાન ખાલી કરવા SMC દ્વારા અલ્ટિમેટમ આપી દેવાયા

સુરત મનપાના કર્મચારીઓ દ્વારા બંધ દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત જે દુકાનો શરૂ હતી, તેમને બે દિવસમાં ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું. જો બે દિવસમાં દુકાન ખાલી કરવામાં નહીં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ દુકાન સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે બીજી તરફ દુકાનદારોએ પણ કોરોના વાઇરસની મહામારીમાં જે રીતે સુરત મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે, તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું કે જે સમય આપવામાં આવ્યો છે તે ખૂબ જ ઓછો છે, જેને કારણે સમયમાં અન્ય છ મહિનાનો આપવામાં આવે જેથી અન્ય જગ્યાએ તેઓ દુકાન શિફ્ટ કરી શકે.

ABOUT THE AUTHOR

...view details