- સુરતમાં રહેતા યુવકની ફરિયાદથી મસમોટા કૌભાંડ સામે તપાસ શરૂ
- ઝારખંડના જામતારા ખાતેથી મુખ્ય આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલ ઝડપાયો
- પોલીસે આ મામલે તપાસ કરતા એક પછી એક 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
સુરત:લોકોના લાઈટ બીલ મેળવી લાઈટબીલના આધારે અન્ય લોકોને શિકાર બનાવી લાઈટબીલની રકમ પોતાના ખાતામાં જમા કરાવી ઓનલાઈન ઠગાઈ આચરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ઘટનામાં 6 આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીને ઝારખંડના પંદનીયા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેંગે ભારતભરમાંથી લોકોને શિકાર કરી 2245 જેટલા વીજબીલ ભર્યા છે. જેના બીલ ભરાયા તેઓની પાસેથી પૈસા મેળવી કુલ 3 કરોડ, 67 લાખ 15 હજાર અને 343 રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા.
આ પણ વાંચો:સુરતમાં સતત ચોથા દિવસે પણ ફાયર દ્વારા સીલની કામગીરી યથાવત
RBL બેંકમાંથી બોલતો હોવાની વાત કરી ચલાવતા હતા ઠગાઈ
સુરતના કતારગામમાં રહેતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને એક શખ્સે RBL બેંકમાંથી બોલતો હોવાની વાત કરી તેઓને વિશ્વાસમાં લઈને OTP નંબર મેળવી વીજ બીલ ભરી દીધું છે. આ મામલે કતારગામ પોલીસે તપાસ કરી 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. પરંતુ, સુરત પોલીસ પાસે આવી અનેક ફરિયાદો આવી હતી. તેમાં મોટા ભાગે RBL બેંકના કસ્ટમરો શામેલ હતા. જેથી, સુરત પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી હતી. જેમાં, સુરત સાયબર ક્રાઈમ, કતારગામ પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઈમની મદદ લઇ ઝારખંડના જામતારા ખાતેથી મુખ્ય આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરતા એક પછી 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપી
- વીરભદ્ર સિંગ ધર્મેન્દ્રસિહ ઝાલા [રહે. ભાવનગર]
- મેહુલ જવેરભાઈ કાકડિયા [રહે.કતારગામ, સુરત]
- યશ ભરતભાઈ ભુપાણી [ રહે.અમરોલી, સુરત]
- મનીષ દેવરાજભાઈ ભુવા [ધંધો, બીલ કલેક્શન, રહે, કતારગામ, સુરત]
- મિલન હરસુખભાઈ ચોવટિયા [રહે.કતારગામ સુરત]
- જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડળ [રહેઝારખંડ]
આરોપીઓ દ્વારા ભારતભરમાં કુલ 2245 વીજ બીલ ભર્યા