ગુજરાત

gujarat

ગૃહ પ્રધાને આ મત વિસ્તારના વિકાસના કાર્યોનો રોડમેપ તૈયાર કરવા યોજી અગત્યની મીટિંગ

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી(Home Minister of Gujarat) આજરોજ શહેરના સર્કિટ હાઉસમાં અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં તેમની મજુરા વિધાનસભાની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આ સાથે કઈ કઈ અન્ય શહેરના બાબતે ચર્ચા થઈ તે જાણીએ આ ખાસ અહેવાલમાં.

By

Published : Jun 27, 2022, 8:56 PM IST

Published : Jun 27, 2022, 8:56 PM IST

ETV Bharat / city

ગૃહ પ્રધાને આ મત વિસ્તારના વિકાસના કાર્યોનો રોડમેપ તૈયાર કરવા યોજી અગત્યની મીટિંગ

ગુજરાતના ગૃહ પ્રધાને આ મત વિસ્તારના વિકાસના કાર્યોનો રોડમેપ તૈયાર કરવા યોજી અગત્યની મીટિંગ
ગુજરાતના ગૃહ પ્રધાને આ મત વિસ્તારના વિકાસના કાર્યોનો રોડમેપ તૈયાર કરવા યોજી અગત્યની મીટિંગ

સુરત:શહેરના સર્કિટ હાઉસમાં રાજ્યના ગૃહ પ્રધાન(Home Minister of Gujarat) હર્ષ સંઘવીએ આજરોજ અગત્યની મીટિંગનું આયોજન કર્યું હતું. જોકે કહી શકાય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તે માટે આ મિટિંગમાં તેમની મજુરા વિધાનસભાની કામગીરી( Development works in Majura Constituency) અંગે સંગઠન, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો સાથે મત વિસ્તારની ચર્ચાઓ કરી હતી. તે ઉપરાંત વિકાસના કાર્યોનો રોડમેપ તૈયાર કરવા માટે પણ અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ(Municipal Corporation officials) કલેકટર તથા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી.

હર્ષ સંઘવીએ આજરોજ અગત્યની મીટીંગનું આયોજન કર્યું હતું

આ પણ વાંચો:Congress workers joined BJP: જગદીશ ઠાકોરના મત વિસ્તાર બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

મત વિસ્તારોમાં થયેલા કામગીરીની સમીક્ષા પણ કરશે - ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આજરોજ શહેરના સર્કિટ હાઉસમાં અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં તેમની મજુરા વિધાનસભાની કામગીરી(Functioning of the Majura Assembly) અંગે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ ચર્ચા બાદ પોતાના મત વિસ્તારોમાં થયેલા કામગીરીની સમીક્ષા પણ કરાઈ હતી. જે કામગીરી બાકી છે, તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી છે. આ સાથે સુરત પોલીસ કમિશનર અને તેમના અધિકારીઓ જોડે શહેરમાં થઈ રહેલા ક્રાઇમને(Surat Crime Report) લઈને ચર્ચાઓ કરી હતી.

આ પણ વાંચો:ભારતના ગૃહપ્રધાનના મત વિસ્તારમાં બુલડોઝર ફર્યું, કોંગ્રેસના નેતાએ ફટકાર્યાં તેજાબી ચાબખા

રાજ્ય ગૃહ પ્રધાનના હસ્તે આ દીકરીઓને સુકન્યા યોજના નું ખાતા કાર્ડ આપવામાં આવ્યા હતા -તે ઉપરાંત મીટીંગ પહેલા મજુરા મતવિસ્તારના ભૂતપૂર્વ કોર્પોરેટર(Former corporator of Majura constituency) રૂપલ શાહ દ્વારા પોતાના દીકરાના જન્મદિવસ નિમિત્તે તેમનાજ વિસ્તારમાં આવનારી તમામ આંગણવાડીના બાળકો માટે સુકન્યા યોજનાનું ખાતું ખોલાવી 76 જેટલી દીકરીઓને રાજ્ય ગૃહ પ્રધાનના હસ્તે આ દીકરીઓને સુકન્યા યોજનાનું ખાતા કાર્ડ આપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details