- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન AAP ના નેતા મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે
- ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીઓ લડે છે - મનીષ સિસોદિયા
- ગુજરાતમાં હવે ભાજપનો સીધો મુકાબલો AAP સાથે હશે - મનીષ સિસોદિયા
સુરત : દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા (Manish Sisodiya) આજે રવિવારે સુરત મુલાકાતે છે. જ્યાં ગુજરાતના રાજકારણમાં ક્રાંતિ, ભાજપનું નવું નામકરણ અને વિકાસના દિલ્હી મોડલનું ગુજરાતમાં અનુકરણ કરવા અંગે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આવો જાણીએ, ETV Bharat દ્વારા કરાયેલા સવાલોના તેમણે શું જવાબ આપ્યા ?
પ્રશ્ન -તમે ગુજરાતના રાજકારણમાં ક્રાંતિ લાવવાની વાત કરો છો, તો તેના માટેની શું રણનીતિ છે ?
જવાબ -ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી રાજ્યમાં અને સ્થાનિક કક્ષાએ ભાજપ સત્તામાં છે. એ લોકો હવે જે રીતે ઝગડા કરી રહ્યા છે, તેમનો જે પ્રકારનો એપ્રોચ અને એટિટ્યુડ છે, તેનાંથી ગુજરાતના લોકો પરેશાન થઈ ગયા છે. હવે લોકો તેમને હટાવવા માંગે છે. એ વાત સાચી છે કે, ગુજરાતના રાજકારણમાં કોઈ ત્રીજી પાર્ટીનું અસ્તિત્વ નથી ટક્યું, કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેની મિલીભગતથી ચૂંટણી લડવામાં આવી રહી છે. કોંગ્રેસના કેટલાક લોકો ચૂંટણી આવતા પહેલા ભાજપમાં જોડાઈ જાય છે, જ્યારે કેટલાક ચૂંટણી જીત્યા બાદ ! હવે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી (AAP) નો પ્રવેશ થયો છે. જેથી ભાજપનો સીધો મુકાબલો AAP સાથે છે.
આ પણ વાંચો -છ મહિનાની અંદર લોકો કહેશે કે, ભાજપ કે કોંગ્રેસ નહીં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ જોઇએ - ઇસુદાન ગઢવી