- ડેવિડ.જે.રાંઝ ચાર દિવસીય ગુજરાતની મુલાકાતે છે
- સુરતના એક હોટલમાં તેઓએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે કરી ચર્ચા
- ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે અને આવનાર દિવસોમાં અમેરિકન કંપની કઈ રીતે એમાં સહભાગી બની શકે તે અંગે કરી ચર્ચા
અમેરિકન કોન્સ્યુલેટ જનરલ ડેવિડ.જે.રાંઝને ગુજરાત રાજકારણમાં રસ : આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે કરી ચર્ચા - જનરલ ડેવિડ.જે.રાંઝનો ગુજરાત પ્રવાસ
અમેરિકન સરકારના (કોન્સ્યુલેટ જનરલ) ડેવિડ.જે.રાંઝ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે પહેલા દિવસે તેઓએ સુરતની મુલાકાત લીધી. તેઓએ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને હીરા ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી. બાદમાં તેઓએ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે મુલાકાત યોજી હતી.
સુરત : અમેરિકન સરકારના રાજદૂત (કોન્સ્યુલેટ જનરલ) ડેવિડ.જે.રાંઝ ચાર દિવસીય ગુજરાતની મુલાકાતે છે પ્રથમ દિવસ તેઓ સુરતના અનેક સ્થળોની મુલાકાત લીધી હતી તેઓ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પણ ગયા હતા અને સાથો સાથ સુરતના હીરા ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં સુરતના એક હોટલમાં તેઓએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે પણ તેમની પાર્ટી અંગે ચર્ચા હાથ ધરી હતી.. આપના નેતા ને આમંત્રણ આપી કોન્સ્યુલેટ જનરલ ડેવિડ.જે.રાંઝએ ગુજરાત રાજકારણમાં રસ ધરાવે છે એ દર્શાવ્યું.
અમેરિકન સરકારના રાજદૂત (કોન્સ્યુલેટ જનરલ) ડેવિડ.જે.રાંઝ સુરતની મુલાકાતે હતા ત્યારે તેઓએ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયર મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અન્ય પદાધિકારીઓ સાથે મુલાકાત હાથ ધરી હતી.આ અંગે US કોન્સ્યુલેટ મુંબઇ દ્વારા ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી હતી. ડેવિડ.જે.રાંઝ સુરતના મ્યુનિસિપલ કમિશ્નર પાની પાસેથી સુરતના પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી હતી. પાલિકા કઈ રીતે ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે અને આવનાર દિવસોમાં અમેરિકન કંપની કઈ રીતે એમાં સહભાગી બની શકે છે. એટલું જ નહીં તેઓએ સુરતની કિરણ જેમ્સ ડાયમંડ કંપની પણ મુલાકાત લીધી હતી અને કઈ રીતે રફ ડાયમંડનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે તે અંગેની પણ સમગ્ર માહિતી તેઓએ એકત્ર કરી હતી. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ મળવાના હતા પરંતુ હાલ મુખ્યપ્રધાનની શપથ ગ્રહણના કારણે કાર્યક્રમ રદ્દ થયો હતો.