સુરત: હાલમાં જ શહેરની 200 કરતાં વધુ હીરા કંપની ઉપર કોપીરાઈટનો કેસ દાખલ (Copyright case against Surat diamond companies) થયા છે. આ મુદ્દે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ડાયમંડ મશીનરી અને ટેકનોલોજી એસોસિએશન (Diamond Machinery and Technology Association meeting) દ્વારા સોમવારે અગત્યની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હોદ્દેદારોએ એક સૂરમાં વિદેશી કંપની મોનોપોલી તોડવાની શરૂઆત સુરતથી થશે તેવું જણાવ્યું હતું.
ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે વિરોધ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે વિરોધ - એક તરફ રશિયાને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધથી (Ukraine Russia War) સુરતની ડાયમંડ માર્કેટને ફટકો પડ્યો છે. તો બીજી તરફ વસો ડાયમંડ કંપનીઓ પર કોપીરાઈટની કાર્યવાહી (Copyright case against Surat diamond companies) થતા સુરત ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વિરોધ કરી રહ્યા છે. સુરત શહેરના હીરા ઉદ્યોગને લગતી મશીન બનાવનારી જાણીતી કંપનીઓ પર કોપીરાઈટના મુદ્દે કાર્યવાહી થઈ છે.
આ પણ વાંચો-સુરત: 200 ડાયમંડ કંપનીઓ પર કોપીરાઈટની કાર્યવાહી, એસો. કરશે સરકારને રજૂઆત
કોપીરાઈટ ભંગ બદલ થઈ રહી છે તપાસ - સુરતના વરાછા કતારગામ અને કાપોદ્રામાં ડાયમંડ મશીનરીના કોપીરાઈટ ભંગ બદલ (Copyright case against Surat diamond companies) તપાસ થઈ રહી છે. આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર હીરા ઉદ્યોગમાં આર્થિક હિતમાં 200 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી છે. તો ડાયમંડ મશીનરી બનાવતી કંપની દ્વારા શરૂ કરાયેલી કોપીરાઈટની કામગીરીના કારણે હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થાય એમ છે. આ ઉપરાંત રત્નકલાકારો પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
આ પણ વાંચો-પ્રથમ વખત દેશના સૌથી મોટા લૂઝ ડાયમંડ એક્સીબિશનમાં રશિયાના હીરાની ગેરહાજરી
કોપીરાઇટ અમેરિકા પાસે -વિદેશી મશીનોના કારણે કોપીરાઇટનો કેસ (Copyright case against Surat diamond companies) કરવામાં આવી રહ્યો છે, જેને વખોડી કાઢતા સોમવારે ડાયમંડ એસોસિએશન અને અન્ય એસોસિએશનના હોદ્દેદારો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં (Diamond Machinery and Technology Association meeting) આવ્યું હતું. વિદેશી મશીનોની મોનોપોલી તોડવા માટે આ બેઠકમાં હાકલ કરવામાં આવી હતી. સમગ્ર પ્રકરણ અંગે વાત કરીએ તો, ઈઝરાયલ બેસ્ટ કંપની દ્વારા મશીનો ઈમ્પોર્ટ કરવામાં આવે છે, જેના કોપીરાઈટ અમેરિકા પાસે છે. તેના દ્વારા સુરતની ડાયમંડ કંપનીઓ સામે કોપીરાઈટનો કેસ કરવામાં આવ્યો છે.
સરકારને રજૂઆત કરાશે -જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના (Gems and Jewelery Promotion Council) રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, એક તરફ વડાપ્રધાન પોતે મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત પર વિશેષ કામ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ સ્થાનિક સ્તરે હીરા કટીંગ મશીન તૈયાર કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વિદેશી કંપનીના ખોટા આક્ષેપો હીરા ઉદ્યોગ ચલાવી લેશે નહીં. અમે મુખ્યપ્રધાન સહિત સરકારમાં આ અંગે રજૂઆત કરી રહ્યા છે.